મનોરંજન

બોલો મલાઈકા અરોરા બાદ રવીનાની દીકરી સાથે ડિનર ડેટ, ચાલી શું રહ્યું છે આ…

અહં…. હેડિંગ વાંચીને ગુંચવાઈ જાવ એ પહેલાં જ તમને ફોડ પાડીને જણાવી દઈએ કે અહીં અર્જુન કપૂર કે બીજા કોઈની વાત નથી થઈ રહી પણ, મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનની વાત થઈ રહી છે.
વાત જાણે એમ છે કે ગયા અઠવાડિયામાં અરહાન પહેલાં મમ્મી મલાઈકા અરોરા સાથે ટ્વીનિંગ કરીને ડિનર ડેટ પર ગયો હતો. મલાઈકા અને અરહાન સફેદ ટી શર્ટ અને બ્લુ ડેનિમમાં કમાલના સુંદર લાગી રહ્યા હતા. બંને જણ એકદમ ફૂલ મોમ અને સન લાગી રહ્યા હતા.


પરંતુ હવે 25મી જાન્યુઆરીના અરહાન રવીના ટંડનની દીકરી રાશા સાથે સ્પોટ થયો હતો અને પેપરાઝીએ આ નવા નવા લવ બર્ડને કચકડે કંડારી લીધા હતા. જોકે, આ પહેલાં પણ બંને જણ એક સાથે સ્પોટ થયા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે રાશા અને અરહાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે, જોકે બંનેમાંથી એક પણ જણ આ રિલેશનશિપને લઈને ખૂલીને બોલવા તૈયાર નથી, પરંતુ અવારનવાર બંને જણા એક સાથે સ્પોટ થતાં હોય છે જેને કારણે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતો થતી જ હોય છે.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પહેલાં પણ અરબાઝ ખાનના શુરા સાથેના બીજા લગ્નના વાઈરલ થઈ રહેલા ફોટોમાં રાશા અને અરહાનની કેમેસ્ટ્રી જોવા મળી હતી, ત્યારથી તો બંનેના સંબંધો વિશે એકદમ ખૂલીને ચર્ચા થવા લાગી છે.

રાશાની વાત કરીએ તો રાશા અવારનવાર માતા રવીના સાથે સ્પોટ થતી હોય છે, હાલમાં જ તે મમ્મી રવીના ટંડન સાથે મહાદેવના અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરતી જોવા મળી હતી.


રવીના ટંડન અને ખાન પરિવાર વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે અને આ જ કારણસર અર્પિતા ખાનના ઘરે યોજાયેલી અરબાઝ ખાનની સિક્રેટ અને કલોઝ વેડિંગ સેરેમનીમાં પણ રવીના ટંડન દીકરી રાશા સાથે પહોંચી હતી. આ બધું જોતા ટૂંક સમયમાં જ રવીનાની લાડકવાયી ખાન પરિવારની વહુરાણી બનીને રૂમઝુમ કરતી આવે તો નવાઈ નહીં લાગે… હેં ને?

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker