રણવીર સિંહના નાના છે હીરો, 93 વર્ષે પણ એકદમ ફિટ

આજે તમને બોલિવૂડના હેન્ડસમ હિરો રણવીર સિંહના નાના વિશે જણાવીશું, જેને જોઇને તમને ખાતરી થઇ જશે કે રણવીરમાં આટલી બધી સ્ટાઇલ, જિંદાદિલી અને ઉછળકૂદ ક્યાંથી આવી છે.
રણવીર સિંહે જણાવ્યું હતું કે તેના નાના 93 વર્ષની ઉંમરના છે અને ગઇ કાલે ભડભડતા 93 ડિગ્રી ફેરનહીટના તાપમાનમાં તેઓ મતદાન કરવા માટે મતદાન મથકે ગયા હતા. તેમણે ઘરે બેઠા મતદાન કરવાનો કે વોટ નહીં આપવાનો વિકલ્પ નહોતો પસંદ કર્યો હતો. રણવીર સિંહે તેના નાનાને રોકસ્ટાર ગણાવ્યા હતા અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમની તસવીરને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકો તેમના કુલ લુકથી પણ પ્રભાવિત થયા છે અને રણવીરની જાગૃતિના પણ વખાણ કરી રહ્યા છે.
રણવીરની આ પોસ્ટ પર ઢગલાબંધ લાઇક્સ અને પોઝિટિવ પ્રતિસાદ મળી રહ્યા છે. લોકો વિવિધ કમેન્ટસ કરીને નાનાજીને વધાવી રહ્યા છે. કોઇ તેમને રોકસ્ટાર નાનાજી ગણાવી રહ્યું છે તો કોઇક તેમને 93 વર્ષના રોકી રંધાવા ગણાવે છે. કોઇક વળી તેમના ચહેરાની તુલના રણવીર સિંહ સાથે પણ કરી રહ્યા છે અને લખે છે કે ખુબ જ સુંદર. રણવીર અસલ તમારા જેવો જ દેખાય છે.
નોંધનીય છે કે ગઇ કાલે મુંબઇમાં મતદાનના સમયેરણવીર અને દીપિકા બંને સાથે વોટ આપવા આવ્યા હતા. બંનેએ મેચીંગ સફેદ શર્ટ પહેર્યું હતું અને એઝ યુઝવલ રણવીર મોમ-ટુ-બી દીપિકાની સંભાળ લઇ રહ્યો હતો. દીપિકાનો બેબી બમ્પ પણ એકદમ સ્પષ્ટ દેખાતો હતો.
Also Read –