Viral Video: રણવીર સિંહે ફિમેલ ફેન સાથે કર્યું કંઈક એવું કે… યુઝર્સે કહ્યું કે ભાઈ એટલે તો | મુંબઈ સમાચાર

Viral Video: રણવીર સિંહે ફિમેલ ફેન સાથે કર્યું કંઈક એવું કે… યુઝર્સે કહ્યું કે ભાઈ એટલે તો

બોલીવૂડનો બાજીરાવ એટલે કે રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ધુરંઘરને કારણે ચર્ચામાં રહે છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર હાલમાં રણવીર સિંહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક્ટર પોતાની ફેનને ખૂબ જ પ્રેમથી મળતો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ સમયે રણવીર સિંહે પોતાની આ ફેનને પગે પડીને તેના આશિર્વાદ પણ લીધા હતા. આ વીડિયો જોઈને ફેન્સ રણવીરના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-

આપણ વાંચો: …તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?

રણવીર સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈના બાંદ્રા સ્થિત એક ડબિંગ સ્ટુડિયોનો છે. આ સ્ટુડિયોની બહાર રણવીરની એક વૃદ્ધ ફિમેલ ફેન લાંબા સમયથી તેની રાહ જોઈ રહી હતી.

જેને એક્ટર તેની પાસે આવે છે. ત્યાર બાદ તે આ મહિલાના પગે પડે છે અને પછી હાથ જોડે છે. થોડોક સમય ફેન સાથે વાત કરીને પોતાની કારમાં બેસીને રવાના થઈ જાય છે.

આપણ વાંચો: બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?

સોશિયલ મીડિયા પર રણવીરનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ સમયે રણવીર ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો. ફેન્સ રણવીરનો આ અવતાર જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે એટલે અમને આ પસંદ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સંસ્કાર કહેવાય આને તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે આના માતા-પિતાએ ખૂબ જ સારો ઉછેર કર્યો છે અને તેમને પણ ગર્વ થશે.

વાત કરીએ રણવીર સિંહના વર્ક ફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ધૂરંધરમાં જોવા મળશે. આ ફિલ્મ આદિત્ય ઘર બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સિવાય સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના જેવા મોટા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ જ વર્ષે પાંચ ડિસેમ્બર, 2025ના આ ફિલ્મ રિલીઝ થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button