મનોરંજન

Ranbir, Ranveer, Yash, Or Allu Arjun: કોણ બનશે બલ્લુ બલરામ?

બલ્લુ બલરામ યાદ છે? .યાદ કરો 1993ની એક સુપરહીટ ફિલ્મ જેમા લાંબા વાળ અને કદરૂપો ચહેરા સાથે એક અભિનેતાએ વાહવાહી મેળવી હતી. આ અભિનેતા એટલે સંજય દત્ત અને ફિલ્મ હતી સુભાષ ઘઈની ખલનાયક. આ ખલનાયકની સિક્વલ બની રહી છે. ઘઈએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ ખલનાયક-2ની સ્ક્રીપ્ટ સાથે તૈયાર છે અને હવે ખલનાયકને એટલે કે મુખ્ય પાત્ર ભજવનારને શોધી રહ્યા છે.

સૂત્રોનું માનીએ તો આ માટે તેણે રણબીર કપૂર અને રણવીર સિંહના નામ બોલાઈ રહ્યા છે આ સાથે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને યશના નામ પર પણ વિચાર થઈ રહ્યો છે. રણબીરે નેગેટિવ શેડવાળો રોલ તાજેતરમાં એનિમલમાં કર્યો જ છે, જયારે અલ્લુ અને યશ પણ ખલનાયક જેવી ભૂમિકા ભજવી ચૂક્યા છે. હવે ઘઈ કોના પર પસંદગી ઉતારે તે જોવાનું રહ્યું.

ખલનાયક 1993ની સુપરહીટ ફિલ્મોમાંની એક હતી. એક ખલનાયકને પકડવા પોલીસ અધિકારી માધુરી દિક્ષિત પોતાના બૉયફ્રેન્ડ પોલીસ અધિકારી જેકી શ્રોફની મદદ કરવા ડાન્સર બની ખલનાયક બલ્લુ બલરામ સંજય દત્ત સાથે રહે છે. આ સમય દરમિયાન તેને રિયલાઈઝ થાય છે કે પરિસ્થિતિઓએ સંજુને ખલનાયક બનાવ્યો હોય છે. આ ફિલ્મ તે સમયે વિવાદોમાં પણ સપડાઈ હતી.


આ ફિલ્મનું ગીત ચોલી કે પીછે ક્યા હૈ…જેટલું વિવાદાસ્પદ બન્યુ હતું તેટલું પોપ્યુલર પણ બન્યું હતું. તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ક્રુમાં તેનું રિમિક્સ યુઝ કરવામાં આવ્યું છે, પરંતુ લોકોને ઓરિજનલ જેટલું ગમ્યુ નથી માધુરી અને સરોજ ખાનની જુગલબંધી અને સાથે ઈલા અરૂણનો અવાજ અને નીના ગુપ્તાએ આ ગીતને આઈકોનિક બનાવી દીધું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door