હેં, આ ફિલ્મથી ડેબ્યુ કરશે Ranveer Singh-Deepika Padukoneની લાડકવાયી? કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. બધાએ મજા કરી અને ફિલ્મ સાથે જોડાયેલી વાતો કહી.
દીપિકા પદુકોણ હાલમાં જ માતા બની છે, તેથી તે આ લોન્ચ ઈવેન્ટમાં આવી શકી નહોતી. રણવીર સિંહે દીપિકા પદુકોણ સાથે તેની બાળકીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે તેની એક મહિનાની દીકરી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે અને તેની ડેબ્યૂ ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે. આ ડેબ્યુ ફિલ્મ બીજી કોઈ નહીં પણ ‘સિંઘમ અગેન’ છે. હવે તમે વિચારતા હશો કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે બાળકી દુનિયામાં આવી પણ નહોતી, તો તે ફિલ્મનો ભાગ કેવી રીતે બની? હવે આ વાતનો ખુલાસો ખુદ પાપા સિમ્બાએ કર્યો છે.
‘સિંઘમ અગેન’ના ટ્રેલર લોન્ચ વખતે રણવીર સિંહે ફિલ્મનું પોસ્ટર જોતા એની પાસે જઈ દીપિકાને પ્રણામ કરી તેની નજર ઉતારી અને ત્યારબાદ જણાવ્યું કે દીપિકા પદુકોણ કેમ નથી આવી અને પછી તેણે બેબીના ડેબ્યૂનો ખુલાસો કર્યો. અભિનેતાએ કહ્યું, ‘દીપિકા બેબી સાથે વ્યસ્ત છે, તેથી તે આવી શકી નથી. મારી ડ્યુટી રાત્રે છે એટલે હું આવ્યો.
આ પણ વાંચો :Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…
આ ફિલ્મમાં ઘણા બધા સ્ટાર્સ છે, તો તમને એ પણ જણાવી દઈએ કે આ મારી બેબીની પહેલી ફિલ્મ છે, બેબીનું ડેબ્યુ, બેબી સિમ્બા કારણ કે ફિલ્મના શૂટિંગ દરમિયાન દીપિકા ગર્ભવતી હતી. લેડી સિંઘમ, બેબી સિમ્બા અને સિમ્બા તરફથી આપ સૌને અગાઉથી દિવાળીની શુભકામનાઓ. ટ્રેલરનો આનંદ માણો, પરિવાર સાથે દિવાળી ઉજવો, બસ તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, ‘સિંઘમ અગેન’ આ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ‘ભૂલ ભુલૈયા ૩’ સાથે ટક્કર થશે. રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’માં અર્જુન કપૂર, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, દીપિકા પદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે.
ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારથી તેનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. અજય દેવગન સિંઘમના રોલમાં છે જ્યારે દીપિકા લેડી સિંઘમ શક્તિ સિંહના રોલમાં છે. સિમ્બાના રોલમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર સૂર્યવંશીના રોલમાં છે