ફિલ્મના સેટ પર જ રાણીએ લગાવી આગ

મુંબઈઃ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રાણી ચેટરજીની એક ઝલક જોવા માટે હવે તેના ચાહકો રીતસરની ઈંતજારી હોય છે.

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ તેના લાખો લોકો ફોલો કરે છે, તેથી જ તેના ફોટોગ્રાફ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થાય છે. તાજેતરમાં બ્લેક કલરની સાડી પહેરીને સ્ટાઈલિશ તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેની પ્રશંસા કરવાની તક ચૂકતા નથી.

રાણી ચેટરજીએ પણ તસવીરો પોસ્ટ કરી છે, પરંતુ તેના ફોટોગ્રાફમાં એકદમ કિલર પોઝ આપ્યા છે. રાણી ચેટરજીએ તસવીરો શેર કર્યા પછી તેના ચાહકોએ તેની જોરદાર તારીફ કરી હતી, જેમાં એક યૂઝરે લખ્યું હતું કે બ્યુટિફુલ લાગો છો, જેમાં મને થાય છે કે વર્ષો સુધી જોતો રહું. જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે આટલા સુંદર દેખાવા માટે શું કરો છો?

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં રાણી ચેટરજી જય સંતોષી મા ફિલ્મનું શૂટિંગ કરે છે. ખૂદ ફિલ્મના શેટ પરથી ફોટોગ્રાફ શેર કર્યા હતા. આ ફિલ્મ સિવાય રાણી ચેટરજીની પાસે ગંગા ઔર સીતા, સૌંગધ ભોલેનાથ કી, મેરા પતિ મેરા દેવતા હૈ, ગેંગસ્ટર ઈન બિહાર, દુલ્હા નાચા ગલી ગલી, ભાભી મા, બાબુલ કી ગલિયા, કમસ દુર્ગા કી અને તેરી મહેરબાનિયાં વગેરે ફિલ્મ છે.

ભોજપુરી અભિનેત્રી રાણી ચેટરજીની ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા છે, જેમાં 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર જોરદાર સક્રિય રહે છે, જ્યારે પોતાના આઉટફીટથી લઈને પર્સનલ બાબતોને પણ અચૂક શેર કરે છે.