…તો Aishwarya Rai નહીં પણ આ એક્ટ્રેસ બની હોત Mrs. Bachchan!
જી હા, હેડિંગ વાંચીને તમે પણ તમારા મગજના ઘોડા દોડાવવા લાગ્યા ને કે કોણ છે એ એક્ટ્રેસ કે જે Bachchan Familyમાં Aishwarya Raiની જગ્યા લેવાની હતી અને આખરે શું થયું કે તેનું પત્તું કપાઈ ગયું? જો તમે વિચારી રહ્યા છો કે આ એક્ટ્રેસ Karishma Kapoor છે તો તમારો જવાબ એકદમ ખોટો છે. અમે અહીંયા વાત કરી રહ્યા છીએ બોલિવુડની મર્દાની એક્ટ્રેસ રાની મુખર્જીનીની. ચોંકી ઉઠ્યા ને? ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ ઓછા લોકોને આ વિશેની જાણકારી છે. ચાલો આજે તમને જણાવીએ કે આખરે શું છે આખો માંજરો…
આજે એટલે કે 21મી માર્ચના દિવસે મર્દાની ગર્લ રાની મુખર્જી પોતાનો 46મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે ત્યારે ચાલો જાણીએ bachchan family સાથેનું રાની મુખર્જીનું આ અનોખું કનેક્શન અને કયા કારણસર અભિષેક બચ્ચન રાની મુખર્જીના લગ્ન થઈ શક્યા નહોતા? તમારી જાણ માટે કે આ માટે જયા બચ્ચન કારણભૂત હતા. ચાલો જોઈએ કે આખરે આખી બિહાઈન્ડ ધ સીન સ્ટોરી શું છે…
વાત જાણે એમ છે કે રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા એ પહેલાં તે અને અભિષેક બચ્ચન બંને એકદમ સિરિયસ રિલેશનશિપમાં હતા. બચ્ચન પરિવારને પણ પોતાના ઘરની વહુ તરીકે રાની મુખર્જી કબૂલ હતી. પણ અભિષેક રાનીનું બ્રેકઅપ થઈ ગયું. અભિષેક બચ્ચન અને રાની મુખર્જીએ બંટી ઔર બબલી, કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
અભિષેક બચ્ચન અને રાની મુખર્જીના બ્રેકઅપના કારણની વાત કરીએ તો તેનું કારણ છે Film Blackમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન વચ્ચેના કિસિંગ સીન. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો જયા બચ્ચને રાનીને આ કિસિંગ સીન નહીં કરવાની ભલામણ કરી હતી પણ રાનીએ તેમ છતાં ફિલ્મમાં બિગ બી સાથે સ્ક્રીન પર કિસિંગ સીન કર્યા હતા.
બસ રાની મુખર્જીના આ એક નિર્ણયને કારણે તે હંમેશાં માટે બચ્ચન પરિવારથી દુર થઈ ગઈ અને અભિષેક અને રાની મુખર્જીનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર બાદ કરિશ્મા સાથે અભિષેકની સગાઈ થઈ પણ એ સગાઈ પણ તૂટી ગઈ અને આખરે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતાં.