અચાનક PM Narendra Modi ને મળવા પહોંચ્યો આ અભિનેતા, પોસ્ટ કરીને કહ્યું કે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો તેમને મળવા માટે આતુર હોય છે. હાલમાં જ બોલીવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પણ સોમવારે પીએમ મોદીને મળ્યા હતા, આ સમયે તેની માતા આશા હુડ્ડા અને બહેન ડો. અંજલિ હુડ્ડા પણ સાથે જોવા મળ્યા હતા. રણદીપ હુડ્ડાએ આ મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં તેને પ્રેરણાત્મક ગણાવી હતી. આવો જોઈએ બીજું શું કહ્યું છે હુડ્ડાએ આ મુલાકાત અંગે…
રણદીપ હુડ્ડાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના ફોટો શેર કરતાં લખ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવું મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. દેશના ભવિષ્યને લઈને તેમનો દ્રષ્ટિકોણ, જ્ઞાન અને વિચાર એકદમ પ્રેરણાત્મક હશે. તેમની શાબાશી આપણને આપણા ક્ષેત્રમાં વધુને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે.
રણદીપે પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે આ મુલાકાતમાં તેણે પીએમ મોદીજી સાથે કયા કયા મુદ્દા પર વાત કરી. તેણે જણાવ્યું હતું કે આપણા ઈન્ડિયન ફિલ્મોની દુનિયાના નક્શા પર વધતો દબદબો, સરકારી નવું ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝ વિશે વાત કરી. જે વર્લ્ડ પ્લેટફોર્મ પર ભારતીયોના અવાજને તાકાત આપે છે.
આ ઉપરાંત હુડ્ડાએ પીએમ મોદીના ઓબેસિટી કેમ્પેઈનનો ઉલ્લેખ પણ પોતાની પોસ્ટમાં કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીજીએ 23મી ફેબ્રુઆરીના મન કી બાતના 119માં એપિસોડમાં ઓબેસિટી પર ચર્ચા કરી હતી. આ એપિસોડમાં તેમણે ફિટ એન્ડ હેલ્ધી નેશન બનાવવા અંગે ઓબેસિટીની સમસ્યાનો ઉકેલ લાવવા પર ભાર મૂકિયો હતો. પીએમ મોદીજીએ પોતાના આ કેમ્પેન સાથે આર માધવન સહિતના અનેક સ્ટાર્સને જોડ્યા છે.
હાલમાં જ રણદીપ હુડ્ડાની ફિલ્મ જાટ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ પણ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.
આપણ વાંચો : સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી