ક્રિસમસના સેલિબ્રેશનમાં આ શું બોલતો જોવા મળ્યો રણબીર?
ગઈકાલે આખા દેશભરમાં ધામધૂમથી ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને બી-ટાઉન પણ આ સેલિબ્રેશનમાં બિલકુલ પાછળ પડે એમ નથી. સોશિયલ મીડિયા પર સેલેબ્સના આ સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને આવો જ એક વીડિયો છે એક્ટર રણબીર કપૂરનો. રણબીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કે આખરે રણબીરે એવું કે શું કહ્યું કે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો?
દરવર્ષની જેમ જ આ વર્ષે પણ કપૂર ખાનદાને ક્રિસમસની પાર્ટીનું આયોજન કર્યું હતું. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે પણ કપૂર પરિવારની ક્રિસમસ લંચ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં હાજર કપૂર ખાનદાનના કેટલાક સભ્યોએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ પાર્ટીના ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ફેન્સને સેલિબ્રેશનમાં સહભાગી કર્યા હતા.
જોકે, આ ઢગલો ફોટો અને વીડિયો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં રણબીર કપૂર ક્રિસમસ પૂડિંગને લાઈટર સળગાવતો જોવા મળી રહ્યો છે અને એ વખતે તે કંઈક એવું બોલે છે નેટિઝન્સ એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રણબીર જહાં કપૂર સાથે ટેબલ પર બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં લાઈટર પણ છે. રણબીર લાઇટર ચાલુ કરીને પુડિંગ પર આગ લગાવતા જ જોરથી “જય માતા દી” બોલતો સાંભળવા મળી રહ્યો છે અને રણબીરની આ હરકત પર આખું કપૂર ખાનદાન ખડખડાટ હસી પડે છે. આ ક્રિસમસ પાર્ટીમાં સમાયરા અને કિયાન, રણધીર કપૂર, રીમા જૈન, નીલા દેવી અને બબીતા કપૂર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ક્રિસમસની સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે કપલે ફેન્સને દીકરી રાહાની પહેલી ઝલક દેખાડી હતી અને રાહાનો મમ્મી પપ્પા સાથેનું આ પહેલાં પબ્લિક અપિયરન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો. નેટિઝન્સને રાહાની આંખો જોઈને રાજ કપૂરની યાદ આવી ગઈ હતી તો વળી કેટલાક લોકોએ રાહાને બેબી રિષી કપૂર કહીને પણ બોલાવી હતી.