Happy Birthday: આ નેપોકિડએ સાબિત કર્યું કે ટેલેન્ટ વિના ટકી શકાતું નથી

બોલીવૂડમાં છેલ્લા દસેક વર્ષથી નેપોકિડ એટલે કે ફિલ્મસ્ટારના સંતાનો જ સ્ટાર બની રહ્યા છે તેની ચર્ચા ખૂબ જ ચાલી છે અને આ વાત ગરમાગરમી પણ પકડી લેતી હોય છે. એ વાત ખરી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા હોય એટલે એ માહોલથી વાકેફ હોય, ઓળખાણ હોય અને પહેલો બ્રેક આસાનીથી મળી પણ જાય, પરંતુ ટકી રહેવા માટે ટેલેન્ટ જોઈએ અને એ જેણે બતાવી છે, તેમણે જ સારી ફિલ્મો મેળવી છે. આજે આવા જ એક સ્ટારનો જન્મદિવસ છે.

બોલીવૂડના કપૂર ખાનદાનની પરંપરાને આગળ વધારતા કલાકાર રણબીર કપૂર આજે 43 વર્ષનો થયો છે. રણબીરે તેની ટેલેન્ટ અલગ અલગ રોલ કરી સાબિત કરી છે. સંજય લીલા ભણસાલીની સાંવરિયામાં લૉંચ થયા પહેલા તેણે ભણસાલીની બ્લેકમાં આસિસ્ટંટ તરીકે કામ કર્યું હતું અને સેટ પર પોતા પણ માર્યા ને 21 કલાક કામ કર્યું. ત્યારબાદ સાંવરિયા આવી, પણ સુપરફ્લોપ ગઈ.
જોકે રણબીરની ફિલ્મ વેક અપ સિડ (2009)થી રણબીરને ગંભીરતાથી લેવામાં આવ્યો. ત્યારબાદ રોકસ્ટાર, રાજનીતિમાં પણ અભિનેતા વખાણાયો. પછી આવી સંજય દત્તની બાયોપિક સંજૂ. આ ફિલ્મ તેની માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મથી રણબીરે એક મેચ્યોર એક્ટર તરીકે સૌનું દિલ જીત્યું. બરફીથી વખાણાયો. ગયા વર્ષે આવેલી તેની ફિલ્મ એનિમલમાં તે ફરી ઝળક્યો અને હવે બિગ બજેટ ફિલ્મ રામાયણમાં રામ બની આવી રહ્યો છે.

રણબીરના જન્મદિવસે તેની મા નીતૂ સિંહ, બહેન રિદ્ધિમાએ તેને વધામણા આપ્યા છે. 43 વર્ષના રણબીરને ફેન્સ પર શુભકામનાઓ આપી રહ્યા છે. રણબીરે એક વીડિયો શેર કરી ફેન્સનો આભાર માન્યો છે. રણબીર પત્ની અને અભિનેત્રી આલિયા અને ક્યૂટ બેબીગર્લ રાહા સાથે વેકેશન મનાવવા ગયો હતો અને ત્યાંથી જ તેણે વીડિયો શેર કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
Ranbir Kapoor, 43, thanks fans for sending birthday wishes. However, what grabbed our attention was his and Alia Bhatt's daughter Raha's cameo in the video. Watch the full video below.#RanbirKapoor #RanbirKapoorBirthday #RanbirKapoor #RahaKapoor #AliaBhatt #Raha #Bollywood pic.twitter.com/IU3SvYTlTF
— Republic Glitz (R.Glitz) (@republic_glitz) September 28, 2025
રણબીરે પોતાની ઓળખ બનાવી છે અને માત્ર રિષી-નીતૂનો દીકરો કે કપૂર ખાનદાનનો નબીરો બનીને રહી ગયો નથી, તેણે પોતાની ટેલેન્ટના જોરે સ્ટારડમ મેળવ્યું છે.
આપણ વાંચો: It’s too hot: તારક મહેતા…ની આ કલાકારનો બિકની લૂક જોઈ યુઝર્સ કેમ ભડકી ગયા