Anant-Radhikaના લગ્નમાં Ranbir Kapoorને Visiting Card આપનાર કોણ છે? જાણો લો અહીં…
હાલમાં જ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન સંપન્ન થયા અને આ લગ્નમાં દેશ-દુનિયાથી મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં બોલીવૂડ સેલેબ્સનો સમાવેશ પણ થયા છે. સોશિયલ મીડિયા પર અનંત-રાધિકાના લગ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બોલીવૂડના ચોકલેટી બોય તરીકે ઓળખાતા એક્ટર રણબીર કપૂર (Bollywood Actor Ranbir Kapoor)ને એક માણસ પોતાનું બિઝનેસ કાર્ડ આપતો જોવા મળ્યો હતો. જેના બાદ આ વ્યક્તિ કોણ છે એવી ચર્ચા ચાલી રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે કોણ છે એ વ્યક્તિ…
વાત જાણે એમ છે કે વાઈરલ વીડિયોમાં રણબીર કપૂરને વિઝિટિંગ કાર્ડ આપી રહેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દિલ્હીના એક જાણીના હાર્ટ સર્જન ડો. વિવેક ગુપ્તા છે. ડો. વિવેક ગુપ્તાને પણ અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિવેક ગુપ્તા દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છે અને તે બે દિવસથી એક અનયુઝઅલ ઈન્સિડેન્ટના કારણે ચર્ચામાં આવ્યા છે. અંબાણીને ત્યાં લગ્નમાં પહોંચેલા વિવેક ગુપ્તાએ રણબીર કપૂર સાથે વાત કરીને તેને પોતાનું બિઝનેસ કાર્ડ પણ આપ્યું હતું.
આ પણ વાંચો : Mukesh Ambaniએ વેવાણ સાથે આ શું કર્યું? જોઈને Nita Ambaniનું કેવું હશે રિએક્શન…
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો આગની જેમ વાઈરલ થઈ ગયો છે અને એના પર નેટિઝન્સે જાત જાતના રિએક્શન આપી રહ્યા છે. જ્યાં સુધી કાર્ડ આપનાર વ્યક્તિ કોણ છે એ નહોતી ખબર પડી ત્યાં સુધી એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હા હા હા… આ તો એકદમ પાક્કા સેલ્સમેન લાગે છે છે. ડો. ગુપ્તાની પ્રોફાઈલ પર તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં જોવા મળેલી આ હલકી ફૂલકી ઘટનાએ આ ભવ્ય સમારોહને એક ડ્રામેટિક એન્ગલ ચોક્કસ આપ્યો છે.