કરોડોનું આલિશાન ઘર બનાવ્યા બાદ હવે રણબીર કપૂર પર ઈકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરવાનો વારો…

બોલીવૂડનો ચોકલેટી બોય અને કપૂર ખાનદાનનો ચિરાગ રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ રામાયણ અને નવા બનાવેલા ઘરને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ હવે રણબીર કપૂર ચર્ચામાં આવ્યો છે તેના એક વાઈરલ વીડિયોને કારણે. આ વાઈરલ વીડિયોમાં રણબીર કપૂર ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ ત્યાં હાજર એક વ્યક્તિને જોઈને તે ચોંકી ઉઠ્યો હતો અને તેને પૂછે છે કે અબે તું અહીંયા શું કરી રહ્યો છે?ચાલો તમને આ વાઈરલ વીડિયો પાછળની સચ્ચાઈ જણાવીએ…
સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોમાં રણબીર કપૂર બ્લ્યુ હાફ સ્લીવ્ઝ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે અને તે ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં ચાલતો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં પણ ઈકોનોમી ક્લાસમાં એક વ્યક્તિને જોઈને તે ચોંકી ઉઠે છે અને તેને પુછે છે કે અબે ભાઈ તું અહીંયા શું કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ એ વ્યક્તિ રણબીર કપૂરની ફિલ્મનો જ ક્રુ મેમ્બર હતો.
રણબીર કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેથનીય છે કે આ વીડિયો એ સમયનો છે જ્યારે રણબીર ફિલ્મ લવ એન્ડ વોરના શૂટિંગ માટે રાજસ્થાન જઈ રહ્યો હતો. એ સમયે તેની સાથે બોલીવૂડ એક્ટર વિક્કી કૌશલ પણ જોવા મળ્યો હતો.
વિક્કી કૌશલ પણ રણબીર કપૂરે ક્રુ મેમ્બરને સવાલ કર્યો હતો તેને મળે છે અને પૂછે છે કે તમે કેમ છો સર? અમને ટીઝર ખૂબ જ પસંદ આવ્યું હતું.
દરમિયાન પેસેન્જર્સ પણ રણબીર કપૂર અને વિક્કી કૌશલને ઈકોનોમી ક્લાસમાં જોઈને ચોંકી ઉઠે છે અને પાછળ વળી વળીને તેમને જોવા લાગે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
અહીંયા તમારી જાણ માટે કે રણબીર કપૂરે હાલમાં જ મુંબઈમાં એક આલિશાન લક્ઝુરિયસ ઘર બનાવ્યું છે, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો જોઈને તેની પત્ની આલિયા ભટ્ટ ખૂબ જ ગુસ્સે ભરાઈ છે અને તેણે લોકોને આ વીડિયો તાત્કાલિક ડિલિટ કરવાની માગણી કરી છે.
આ પણ વાંચો…એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે હૉટ સિન્સ આપવા એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા તૈયાર થશે?