રણબીર કપૂરના ગ્રહો ચમકે છેઃ ફિલ્મો તો સુપરહીટ જાય છે, પણ તેની ટીમ પણ ટોપ પર
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના ગ્રહો ચમકી રહ્યા છે. તેની ફૂટબોલ ટીમ ‘મુંબઈ સિટી એફસી’ એ સોમવારે ISL 2023-24 સિઝનની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ ખાસ અવસર પર રણબીર અને આલિયા સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલિવૂડનું સૌથી ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. તેની ફૂટબોલ ટીમ ‘મુંબઈ સિટી એફસી’ સોમવારે મુંબઈ ફૂટબોલ એરેનામાં જીત મેળવીને ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ની ફાઇનલમાં પહોંચી. તેણે સેમિફાઇનલના બીજા તબક્કામાં FC ગોવા સામે જીત મેળવી હતી. આ જીતની ઉજવણી કરવા માટે રણબીર પત્ની આલિયા ભટ્ટ સાથે મેચ બાદ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. તેને જોઈ ફેન્સને મજા પડી ગઈ હતી.
રણબીર કપૂર સફેદ-ગ્રે ટી-શર્ટ અને મેચિંગ જોગર્સમાં જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ પટ્ટાવાળી શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. આ સાથે અભિનેત્રી કેપ પહેરી હોવાથી તે સુપર કૂલ લાગતી હતી.
રણબીર હાલમાં રામાયણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા તેના અભિનેત્રી સાંઈ પલ્લવી સાથેના સેટ પરના ફોટા લીક થયા હતા. રણબીર પાસે આ સિવાય એનિમલ-2 અન બ્રહ્માસ્ત્ર-ટુ સહિત ઘણી ફિલ્મો છે.
રણબીર અને આલિયા બી-ટાઉનની મોસ્ટ લવેબલ પેર છે અને તેની દીકરી રાહાના ફોટો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.