મનોરંજન

રણબીર કપૂર ફરી એક વાર બન્યો વરરાજા, જુઓ શાનદાર એન્ટ્રી

રણબીર કપૂર આજકાલ તેની ફિલ્મ રામાયમ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂરનો લુક ઘણા સમયથી વાયરલ થઇ ગયો છે, જેને કારણે નિર્માતાઓ હવે વધુ સાવધાની વર્તીને શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન રણબીરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે દુલ્હાની જેમ શેરવાની અને પાઘડી પહેરેલા જોવા મળી રહ્યા છે. રણબીરની આ દુલ્હા સ્ટાઇલ લોકોના દિલ જીતી રહી છે. જોકે, તમે એમ વિચારતા હો કે રણબીર બીજા વાર પરણવા જઇ રહ્યો છે અને તમને કદાચ દુઃખ થતું હોય તો અહીં તમને જણાવી દઇએ કે ભાઇસાબ રણબીર કોઇ બીજી વાર પરણવા નથી જઇ રહ્યો. આ તો રેમ્પ પર વૉક કરવા માટે તેણે દુલ્હાનો વેશ ધારણ કર્યો હતો.

| Also Read: Raha Kapoor-Ranbir Kapoorનું સિક્રેટ રિવીલ કર્યું આલિયા ભટ્ટે, જાણશો તો ચોંકી ઉઠશો…

અભિનેતાએ એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે વરરાજા તરીકે રેમ્પ વોક કર્યું હતું. રણબીર આ ફેશન ઈવેન્ટનો શો-સ્ટોપર હતો. દિલ્હીમાં આયોજિત એક ફેશન ઇવેન્ટમાં રણબીર કપૂર ફેશન ડિઝાઇનર તરુણ તાહિલિયાની માટે શોસ્ટોપર બન્યો હતો. તેનો એક વીડિયો આવ્યો છે, જેમાં તે આઇવરી અને બ્લશ પિંક શેરવાની અને દુપટ્ટામાં જોવા મળી રહ્યો છે. તેણે માથઆ પર પાઘડી પહેરી છે અને પગમાં પિંક મોજડી પણ પહેરી છે. વરરાજા બનેલો રણબીર લગ્નના કાર્યક્રમમાં કારમાં ભવ્ય એન્ટ્રી લેતો જોવા મળે છે. જેવો તે રેમ્પ પર આવે છે કે બધા જ તેની સાથે ડાન્સ કરવા લાગે છએ અને રણવીર પણ બધા સાથે ડાન્સ કરવા જોડાઇ જાય છે.

વીડિયોમાં રણબીર કપુર સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’નો કો-સ્ટાર અનુભવ બસ્સી પણ જોવા મળી રહ્યો છે. રણબીરનો ફરી વાર વરરરાજા બનવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. રણબીર ડાન્સ પણ કરી રહ્યો છે. રણબીરના ફેન્સ આ વીડિયો પર ઝુમી ઉઠ્યા છે. રણબીરનો લુક લોકોને ઘણો પસંદ આવ્યો છે અને લોકો તેના પર કમેન્ટ કરતા થાકતા નથી.

રણબીરનો અન્ય એક વીડિયો પણ ચર્ચામાં છે, જેમાં રણબીર તેના અને આલિયાના લગ્ન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. રણબીરે જણાવ્યું હતું કે આલિયાએ લગ્નની તમામ વ્યવસ્થા કરી હતી અને તે માત્ર તેને ફોલો કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના લગ્ન ઘરે જ થયા હતા અને તેમાં ઘણા મહેમાનો આવ્યા ન હતા, તેથી તે તેના માટે યોગ્ય લગ્ન હતા.

| Also Read: લગ્નના દિવસે જ હાઈવે પર આ શું કરતી જોવા મળી દુલ્હન, યુઝર્સે કહ્યું આગ લગા દી આપને તો…

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 2022માં પોતાના ઘરમાં જ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આલિયાએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. લગ્નની ઇવન્ટ બાદ રણબીર આલિયા બહાર આવ્યા હતા અને પાપારાઝીને પોઝ આપ્યા હતા. 2022માં જ તેમને ત્યાં ક્યુટ દીકરી રાહાનો જન્મ થયો હતો. બંને ઘણી વાર તેમની દીકરી સાથે જોવા મળતા હોય છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker