રામાયણ માટે દારૂ છોડનારા રણબીરના હાથમાં જોવા મળ્યો ડ્રિંકનો ગ્લાસ, ભડક્યા લોકો

એનિમલ ફિલ્મમાં ધમાલ મચાવ્યા બાદ હવે રણબીર કપૂર તેની આગામી ફિલ્મ રામાયણ માટે ચર્ચામાં છે. રણબીરની ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. એવા પણ અહેવાલો આવ્યા હતા આ ફિલ્મમાં અભિનય કરવા માટે રણબીર પણ ઘણો ધાર્મિક થઇ ગયો છે. તેણે માંસ, મદિરા છોડી દીધા છે, પરંતુ તાજેતરમાં જ ઈટલીમાં અંબાણી પુત્રના બીજા પ્રી-વેડિંગ સમારોહમાંથી વાયરલ થયેલા ફોટોએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
રણબીર એક બાહોશ અભિનેતા છે એમાં કોઇ બેમત નથી. પોતાના પાત્રને ન્યાય આપવા તે કડી મહેનત કરે છે. તેની આગામી ફિલ્મ ‘રામાયણ‘માં તે રામનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે અને આ ફિલ્મ માટે તે ઘણી મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. રણબીર કપૂરે ‘રામ’ ના પાત્રને ન્યાય કરવા માટે દારૂ અને તેની બધી ખરાબ ટેવો છોડી દીધી છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલી એક તસવીર કંઈક બીજી જ વાત કહે છે. આ જોઈને લોકોમાં ભારે ગુસ્સો છે.
હાલમાં અંબાણી પુત્રના પ્રી વેડિંગ બેશના ફોટામાં રણબીર કપૂર ડ્રિકંનો ગ્લાસ હાથમાં લઇને ઊભેલો જોવા મળે છે. રણબીર કપૂરે સફેદ જેકેટ અને ટ્રાઉઝર પહેર્યું છે. તે અંબાણીની પાર્ટીમાં સુહાના ખાન સાથે વાત કરી રહ્યો છે અને શનાયા કપૂર તેની બાજુમાં ઉભી જોવા મળી રહી છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે રણબીરે હાથમાં એક ગ્લાસ પકડ્યો છે, જેમાં પીણું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : રણબીર કપૂરની ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ – જાણો છો કેટલું બજેટ ?
એક યુઝરે ફોટો શેર કરતા લખ્યું કે, “તેથી, રણબીર કપૂરે તેના આગામી પ્રોજેક્ટ રામાયણ માટે દારૂ છોડી દીધો તે માત્ર એક PR ચાલ હતી. અન્ય એક યુઝરે લખ્યું હતું કે “તે કાજુનો રસ હતો
તો વળી બીજા એક નેટિઝને લખ્યું હતું કે ટૂંક સમયમાં તેના PRનું નિવેદન બહાર પડશે કે રણબીર ડ્રિકંના ગ્લાસમાં ચા પી રહ્યો છે.