મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી ધૂમ મચાવનારો રણબીર કપૂર હાલ તો તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને એ દરમિયાન તેને સમય મળે છે ત્યારે તે ટી.વી કે યુટ્યુબ ચેનલોને ઇન્ટરવ્યૂ આપતો હોય છે. આજકાલ પોડકાસ્ટ ખૂબ ટ્રેન્ડમાં છે અને રણબીર પણ આવા જ એક પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો.
રણબીરના આ પોડકાસ્ટની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને તેનું કારણ કોઇ ફિલ્મી ગોસીપ કે પછી તેનું કોઇ હિરોઇન સાથે નામ જોડાયું છે તે નથી. આ પોડકાસ્ટની ચર્ચાનું કારણ બોલીવુડ ગોસિપ નહીં, પરંતુ પોલિટિકલ ગોસિપ છે. હવે તમે વિચારશો કો રણબીર અને રાજકારણને શું લેવા દેવા? પરંતુ આ પોડકાસ્ટમાં રણબીર કપૂરે રાજકારણ વિેશે વાત કરી હોવાથી આ પોડકાસ્ટ વિશે લોકો વાત કરી રહ્યા છે.
રણબીરે આ પોડકાસ્ટમાં ત્રીજી વખત શપથ લઇને ભારતના વડા પ્રધાન બનનારા નરેન્દ્ર મોદી વિશે વાત કરી હતી. રણબીર 2019માં નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને એ વખતના સંભારણા રણબીરે આ પોડકાસ્ટમાં વાગોળ્યા હતા.
આ પણ વાંચો : બોલીવૂડના આ અભિનેતાએ મુંબઈમાં ખરીદ્યું ઘર, સ્ટેમ્પ ડ્યૂટીમાં ચૂકવી એટલી રકમ કે…
રણબીરે પોતાની વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત વિશે વાત કરતા મોદીના ઘણા વખાણ પણ કર્યા હતા. રણબીરની વાતો પરથી તે મોદીથી ખૂબ જ પ્રભાવિત હોય તેવું જણાતું હતું. રણબીરે જે રીતે બોલીવુડના કલાકારો અને કસબીઓ માટે સમય કાઢ્યો તેની પણ પ્રશંસા કરી હતી અને પોતે તેમના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત હોવાનું કહ્યું હતું.
રણબીરે કહ્યું હતું કે હું અને મારી સાથે ઘણા અન્ય બોલીવુડ કલાકારો ચાર-પાંચ વર્ષ પહેલા વડા પ્રધાનને મળ્યા હતા. અમે ફક્ત તેમને ટી.વી. પર જ જોયા હતા. અમે જાણતા હતા કે તે ખૂબ જ સારા વક્તા છે. તેમને મળ્યા ત્યારે જાણ્યું કે તેમનો બોલવાનો અંદાજ ખૂબ જ શાનદાર છે. અમે તેમના રૂમમાં ગયા હતા. તેમનામાં એક અલગ જ ‘મેગ્નેટિક ચાર્મ’ છે. તેમણે અમારા બધા સાથે જ વાતચીત કરી હતી. તેમણે મને મારા પિતા વિશે પૂછ્યું. તેમણે પૂછ્યું કે મારા પિતાની કેન્સરની ટ્રીટમેન્ટ કેવી ચાલી રહી છે. વિકી કૌશલને તેના જીવન વિશે, કરણ જોહરને કંઇક બીજું, આલિયાને તેને લગતું કંઇક પૂછ્યું. તેમનો અંદાજ અલગ જ હતો. તેમને મળવાની ઇચ્છા બધાને હતી. એ જ તો મહાન વ્યક્તિત્વની ઓળખ હોય છે.
Taboola Feed