
બી-ટાઉનનું લવેબલ અને અડોરેબલ કપલ એટલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. ગઈકાલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને બંને જણ સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં એકદમ સુંદર લાગી રહ્યા હતા.
ભક્તિભાવમાં લીન રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે સાથે કેટરિના કૈફ-વિક્કી કૌશલ, રોહિત શેટ્ટી, સુભાષ ઘઈ પણ જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન જ રણબીર કપૂરે કંઈક એવું કર્યું હતું કે સોશિયલ મીડિયા પર એનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો, આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રણબીરે…
વાત જાણે એમ છે કે આલિયા ભટ્ટની બાજુમાં જ અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા અંબાણી બેઠી હતી. આલિયા ભટ્ટ શ્લોકા સાથે વાતો કરવામાં બિઝી હતી એનો લાભ લઈને રણબીર કપૂરે એવી હરકત કરી હતી કે તેનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. રણબીર પોતાના ફોનમાં કંઈક કરતો જોવા મળ્યો હતો. હવે તમે કહેશો કે એમાં શું મોટી વાત છે? પણ ભાઈ કહાનીમાં ટ્વીસ્ટ તો અહીંયા જ છે…
નેટિઝન્સનું એવું માનવું છે કે આલિયા ભટ્ટ શ્લોકા અંબાણી સાથે વાત કરવામાં બિઝી હતી એનો ફાયદો ઉઠાવીને રણબીરે પોતાની એક્સ અને તેની પાછળ બેઠેલી કેટરિના કૈફ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો અને રણબીરના કેમેરાનો એંગલ જોઈને યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો હતો.
યુઝર્સે આ વીડિયો પર એવી કમેન્ટ પણ કરી હતી કે આલિયા ભટ્ટ વાતો કરવામાં શું બિઝી થઈ ગઈ કે રણબીર કેટરિના સાથે સેલ્ફી લેવા લાગ્યો ગજબ… તો વળી બીજા કોઈ યુઝરે કમેન્ટ સેક્શનમાં લાફિંગ સ્માઈલી પોસ્ટ કરીને લખ્યું હતું કે રણબીર પોતાની હરકતો ક્યારેય નહીં સુધારે.. આ શું ચાલી રહ્યું છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને કેટરિનાના નામને લિંક અપ કરવામાં આવ્યું હોય. આ પહેલાં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આવું જ બન્યું હતું અને એ સમયે પણ એ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.