મનોરંજન

On Public Demand: પ્રેક્ષકોના ઘસારાને જોઇને મુંબઇના થિયેટરમાં ‘એનિમલ’ ફિલ્મનું 24\7 સ્ક્રિનીંગ

મુંબઇ: રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્મે 2 કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્લિક માટે જગ્યા ખાલી નથી. તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્મનું 24 કલાક સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ફિલ્મે પાંચમાં દિવસે 38.25 કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની ટોટલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્મે પાંચ દિવસમાં કુલ 283.74 કરોડ કમાવ્યા છે. આ રણબીર કપુરની કારકીર્દીની બીજી એવી ફિલ્મ છે જે ધૂમ કમાણી કરી રહી છે. જોકે રણબીરની સંજુ હજી પણ આ મામલે ટોપ પર જ છે.


સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એનિમલ ફિલ્મને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શો ફૂલ થઇ જાય છે પણ પ્રેક્ષકોનો ઘસારો વધી જ રહ્યો છે. તેથી મુંબઇના થિયેટરના માલિકોએ આ ફિલ્મના શો 24 કલાક ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મોડી રાત્રે બે વાગે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના શો પણ હશે.


મુંબઇના મેક્સેસ સિનેમામાં મોડી રાતે 1 વાગે, 2 વાગે અને વહેલી સવારે 5:30 ના શો ઉમેરવામાં આવ્યા છે. જ્યારે પીવીઆર ઓબેરોય મોલ અને પીવીઆર સિટી મોલ દ્વારા રાજે 12:૩૦ અને રાતે 1:05નો શો ઉમેરવામાં આવ્યો છે.
એટલું જ નહીં પણ દિલ્હી અને હૈજરાબાદમાં પણ મોડી રાતે 11 અને 11:40ના શો જોવા સૌથી વધુ લોકો આવી રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત