Kareena Kapoor-Khanના દીકરા જેહની બર્થડે પાર્ટીમાં આટલો મોંઘો ડ્રેસ પહેરીને પહોંચી Raha Kapoor…

બોલીવૂડના ક્યુટ અને એડોરેબલ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડકવાયી રાહા કપૂર નાની ઉંમરે જ પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે. પેપ્ઝ અને ફેન્સ તેની એક ઝલક જોવા માટે તત્પર હોય છે. 2 વર્ષની રાહા કપૂર હંમેશાથી જ પોતાની ક્યુટ અદાઓ અને સ્ટાઈલથી લોકોની દિલ જિતી લે છે અને આવું જ કંઈ તેણે પોતાના કઝિન મોટાભાઈ જેહ (સૈફ અલી ખાન અને કરિના કપૂર-ખાનના દીકરા)ની બર્થડે પાર્ટીમાં કર્યું હતું. આ પાર્ટીમાં પહોંચેલી રાહા કપૂર વ્હાઈટ કલરનો ફ્રોક પહેરીને પહોંચી હતી, જેની કિંમત સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે.
રાહા કપૂર હાલમાં જ જેહની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી અને આ પાર્ટીમાં તે ખૂબ જ એન્જોય કરતી જોવા મળી હતી. આ પાર્ટીના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં રાહ કપૂર વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર અને ક્યુટ લાગી રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચાનું કારણ બન્યું હોય તો રાહા કપૂરના ડ્રેસની કિંમત, ચાલો તમને આ ડ્રેસની કિંમત વિશે જાણીએ-
રાહા કપૂર આ સમયે ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડોલ્સે ગબાનાની વ્હાઈટ એમ્પાયર લાઈન લેસ ક્રાઈસ્ટઈનિંગ ડ્રેસ પહેર્યો હતો. શોર્ટ સ્લીવઝવાળો આ ડ્રેસ નેટ ફ્રેબિકમાંથી તૈયાર કરવામાં આવ્યો છે અને નાની નાની ફ્લાવર અને પાંદળાઓનું વર્ક કરવામાં આવ્યું હતું. ફ્રોકની સ્લિવ્ઝ પર વ્હાઈટ લેસ લગાવવામાં આવી હતી જે આ આઉટફિટને સુંદર લૂક આપી રહી હતી. રાહાએ ફ્રોક સાથે એ જ બ્રાન્ડના સ્નીકર્સ પહેર્યા હતા જે તેના લૂકને કમ્પલિટ કરી રહ્યા હતા.

વાત કરીએ રાહાના ફ્રોકની કિંમતની તો રાહાના આ ફ્રોકની કિંમત 1,60,104 રૂપિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, સ્નીકર્સની કિંમત 34,277 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ બર્થડે પાર્ટીના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાહા કપૂર મેજિક શો એન્જોય કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : રાહા કપૂરને કયા ગીત પર ડાન્સ કરવાનું પસંદ છે, મમ્મી આલિયાએ કર્યો ખુલાસો…
આ પહેલી વખત નથી રાહા કપૂર મોંઘા આઉટફિટ પહેરીને કોઈ ઈવેન્ટમાં પહોંચી હોય. આ પહેલાં ગણેશોત્સવ દરમિયાન પણ રાહા કપૂરે મમ્મી આલિયા ભટ્ટ કરતાં પણ મોંઘો ડ્રેસ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. તમે પણ રાહાનો આ પ્રિન્સેસ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-