Ramayana: The Legend of Prince Rama’s માટે જોવી પડશે રાહ: રીલીઝ ડેટમાં કર્યો ફેરફાર
નવી દિલ્હી: રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ એ એનિમેટેડ ફિલ્મ છે. જેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ, ભક્ત હનુમાન અને રાવણની કથા દર્શાવવામાં આવી છે. રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા, 1999ની જાપાનીઝ-ભારતીય એનીમે ફિલ્મ, ભારતમાં પ્રથમ વખત થિયેટરમાં રિલીઝ થવા માટે તેના મૂળ અંગ્રેજી સંસ્કરણ તેમજ હિન્દી, તમિલ અને તેલુગુમાં નવા ડબ્સ સાથે અપડેટ કરવામાં આવશે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે આ ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલાવી દીધી છે.
31 વર્ષના પ્રતિબંધ બાદ પ્રખ્યાત એનિમેટેડ ફિલ્મ રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા ભારતમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, અંગ્રેજી અને હિન્દીમાં રિલીઝ થશે. બાહુબલી, બજરંગી ભાઈજાન અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના લખનાર વી વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મના રૂપાંતરણમાં તેમની સર્જનાત્મક દ્રષ્ટિ ઉમેરી છે, જેનાથી ફિલ્મની ભવ્યતા વધી ગઈ છે. આ ફિલ્મ પણ 18 ઓક્ટોબર 2024 પહેલા રિલીઝ થવાની હતી.
આ પણ વાંચો :ફિલ્મ રામાયણ સાથે જોડાયું Amitabh Bachchan નું નામ, પણ સ્ક્રીન ફિઝિકલી નહીં જોવા મળે…
પરંતુ હવે ફિલ્મના મેકર્સે સત્તાવાર જાહેરાત કરીને ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. રામાયણઃ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામના મેકર્સે કહ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. પરંતુ નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જો કે આવા સમયે ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકોમાં આ સમાચારથી નિરાશા વ્યાપી છે.