Ramayana Part 1નું ટીઝર થયું રિલીઝ, સૌથી મોંઘી ફિલ્મ સાબિત થશે…

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આજે ત્રીજી જુલાઈના દિવસે જ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટીઝરને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ રામાયણના પહેલાં ભાગને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સુક છે અને હવે આ મચ અવેટેડ માઈથોલોજિકલ ફિલ્મના બજેટનો ખુલાસો પણ થઈ ગયો છે. આ ફિલ્મનું બજેટ જોતા આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી અને મોટા બજેટની ફિલ્મ બની જાય તો નવાઈ નહીં…
પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની ફિલ્મ રામાયણ પાર્ટ-1 ભારતની અનેક મોંઘી ફિલ્મનો રેકોર્ડ તોડશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દરમિયાન આજે એટલે કે 3જી જુલાઈના રોજ મેકર્સ દ્વારા ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટીઝર રીઝિલ થયાના થોડાક જ સમયમાં ફિલ્મને લાખો વ્યુઝ અને લાઈક્સ આવી ચૂક્યા છે. ટીઝરમાં ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂર અને ફિલ્મ કેજીએફ ફેમ યશની એક ઝલક જોવા મળી રહી છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: રામાયણ’ની રામાયણ ને પારાયણ
ફિલ્મના બજેટની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ફિલ્મનું બજેટ 100 મિલિયન ડોલર એટલે કે આશરે 835 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હિસાબે જોવા જઈએ તો ઈન્ડિયન ફિલ્મના ઈતિહાસની સૌથી મોંઘી અને મોટા બજેટની ફિલ્મ બની શકે છે.
બજેટના મામલામાં રામાયણ પાર્ટ-1એ ફિલ્મ કલ્કિ 2898 એડી (600 કરોડ રૂપિયા), આરઆરઆર અને આદિપુરુષ (550 કરોડ રૂપિયા)માં બનાવવામાં આવી હતી. પરંતુ આ બધામાં રામાયણ પાર્ટ-1એ સૌને મ્હાત આપી દીધી છે. તમારી જાણ માટે ફિલ્મમાં મોટા પ્રમાણમાં વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સાથે જ આ ફિલ્મમાં મોટા મોટા સ્ટાર્સ પણ જોવા મળશે. આવી સ્થિતિમાં આ બંને કારણોએ ફિલ્મનું બજેટ વધારવામાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હશે, એવી શક્યતાને નકારી શકાય નથી.
આ પણ વાંચો: ફિલ્મ રામાયણ સાથે જોડાયું Amitabh Bachchan નું નામ, પણ સ્ક્રીન ફિઝિકલી નહીં જોવા મળે…
ડિરેક્ટર નિતેશ તિવારી બે ભાગમાં ફિલ્મ રામાયણ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ 2026ના રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં તો એક્ટ્રેસ સાંઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે. સાઉથના સુપર સ્ટાર યશ આ ફિલ્મમાં દશાનન રાવણના રોલમાં જોવા મળશે.
રણબીર કપૂર, સાંઈ પલ્લવી સિવાય આ ફિલ્મમાં સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, વિવેદ ઓબેરોય, લારા દત્તા, કાજલ અગ્રવાલ, કુણાલ કપૂર, અરુણ ગોવિલ, કુણાલ કપૂર, શીબા ચઢ્ઢા અને ઈંદિરા કૃષ્ણન પણ આ ફિલ્મમાં જોવા મળશે. તમે પણ આ ફિલ્મનું ટીઝર ના જોયું હોય તો અત્યારે જ અહીં જોઈ લો…