Ramayanની સીતા Dipika Chikhaliaની નજીકની વ્યક્તિનું નિધન, શેર કરી ઈમોશનલ પોસ્ટ…
Ramanand Sagar’s Ramayanમાં દેવી સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી એક્ટ્રેસ દિપીકા ચિખલિયાના ઘરમાં, પરિવારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે, અને એક્ટ્રેસે પણ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરીને પોતાના ફેન્સ સાથે આ પાછળનું કારણ જણાવ્યું છે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હવે ઘરે પાછા ફરવું પહેલાં જેવું નહીં રહે…
એક્ટ્રેસની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ એકદમ ચિંતામાં પડી ગયા છે અને તમે લોકો વધારે કંઈ વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે દિપીકાના પાળેલાં શ્વાનનું નિધન થયું છે અને એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ bad news ફેન્સ સાથે શેર કર્યા છે. એક્ટ્રેસે તેના પેટ ડોગનો ફોટો શેર કરીને લખ્યું છે કે હું તને ખુબ જ પ્રેમ કરું છું અને હું તને બહુ મિસ કરવાની છું… દિપીકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે અમારા બધા માટે ઘરે પાછા ફરવું સહેલું નહીં રહે અને ન તો પહેલાં જેવું રહેશે. રેસ્ટ ઈન પીસ માય જાન… અહીંયા તમારી જાણ ખાતર કે દિપીકા પોતાના આ પેટ ડોગની ખુબ જ નજીક હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં દિપીકા ચિખલિયા ધરતી પુત્ર નંદનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ 22મી જાન્યુઆરીના જ અયોધ્યા ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળી હતી. દિપીકા ખુબ જ સ્પિરિચ્યુઅલ છે. તેના માટે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી એ ખૂબ જ સ્પેશિયલ મોમેન્ટ હતી અને એક્ટ્રેસે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો…