મનોરંજન

આઠ કલાકની શિફ્ટ પર Ram Kapoorએ કરી કમેન્ટ, ફરિયાદ કરનારાઓને કહ્યું કે તમને કોઈ…

બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની સ્પિરીટ ફિલ્મમાંથી થોડાક દિવસ પહેલાં જ કાઢી મૂકવામાં આવી હતી અને ત્યારથી ઈન્ડસ્ટ્રીમાં એક નવી બહેસ છેડાઈ ગઈ છે.

આ બહેસ છે 8 કલાકની શિફ્ટને લઈને. એવું કહેવાય છે કે દીપિકાએ ડિરેક્ટર વાંગા સામે આઠ કલાકની શિફ્ટ કરવાની શરત મૂકી હતી. આ વાતને મહિનાઓ વીતી ગયા છે, પણ આ વિવાદ કંઈ ઠંડો પડવાનું નામ મથી લેતો. દરેક સેલેબ્સ આ મુદ્દે પોતાની રાય આપી રહ્યા છે. હવે ટીવી એક્ટર રામ કપૂરે પણ આ મામલે પોતાના વિચારો રજૂ કર્યા છે. આવો જોઈએ શું રહ્યું રામ કપૂરે-

આપણ વાંચો: રામ કપૂરે ‘બિગ બોસ 19’માં ભાગ લેવા અંગે મૌન તોડ્યું: 20 કરોડ મળે તો પણ…

રામ કપૂરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું લાંબા સમય સુધી કામ કરવા માટે ફરિયાદ કરીશ? મને બાથરૂમમાં જઈને પોતાની જાતને લાફા મારવા જેટલું સરળ છે. કોઈએ પણ પોતાની જાતને નસીબદાર માનવી જોઈએ અને ફરિયાદ ના કરવી જોઈએ, કારણ કે તેમને પોતાની મનચાહી કમાણી કરવાની, પોતાની પસંદના કલાકો કામ કરવાનો અને પોતાની પસંદના પ્રોજેક્ટ કરવાનો મોકો મળે છે.

જોકે, બાદમાં રામ કપૂરે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે તેઓ આ વાત પોતાની જાત માટે કહી રહ્યા છે ન કે પોતાના કો-એક્ટર્સ માટે કહી રહ્યા છે. અહીં તેઓ માત્ર ને માત્ર પોતાની જ વાત કરી રહ્યા છે. રામ કપૂરે આગળ એવું પણ જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક એક એક એક્ટરને વધુ કલાકો કામ કરવું પડે છે.

આપણ વાંચો: શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ

હાલમાં જ રીલિઝ થયેલી મિસ્ત્રી વેબ સિરીઝના પોતાના અનુભવ વિશે વાત કરતાં રામ કપૂરે જણાવ્યું હતું કે ચાર મહિનાના શેડ્યુલ દરમિયાન અનેક વખત એવું થયું કે ના તો તે અને ના તો ડિરેક્ટર ત્રણ દિવસ સુધી ઊંઘી શક્યા હોય. જોકે, મને લાગે છે કે ફરિયાદ કરવાનો મારો અધિકાર જ નથી.

51 વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે જ્યારે પણ મને બ્રેક જોઈએ છે હું બે મહિનાનો બ્રેક લઉં છું અને માલદિવ કે જ્યાં પણ મારું મન કરે ક્યાં જાઉં છું. જ્યારે પણ મને કામ કરવું હોય છે ત્યારે હું મારી શરતો પર કામ કરું છું અને એના માટે પણ મારે ફરિયાદ કરવી પડે? હું હવે એ પોઈન્ટ પર છું કે જ્યાં હું ફરિયાદ ના કરી શકું અને મને એનો અધિકાર પણ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રશ્મિકા મંદાનાએ પણ જણાવ્યું હતું કે સાઉથ અને હિંદી ફિલ્મોના શેડ્યુલ અલગ અલગ હોય છે, પણ તે 12 કલાક કામ કરવા તૈયાર છે, કારણ કે એને હાલમાં જરૂરત છે. અહીંયા તમારી જાણ માટે રશ્મિકા પહેલાં સંદીપ સાથે ફિલ્મ એનિમલમાં કામ કરી ચૂકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button