કિયારા અડવાણીએ અંગે રામ ગોપાલ વર્માએ કરી વિવાદાસ્પદ પોસ્ટ, પછી ડિલિટ કરી

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ નથી કરતા. તેને કારણે વિવાદોનો વંટોળ પણ તેમની આસપાસ જ રહે છે. રામ ગોપાલનો વિવાદોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. નેટિઝનો પણ તેમને ટ્રોલ કરતા રહે છે.
તાજેતરમાં તેઓ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમણે ‘વોર 2’ના ટીઝરમાંથી અભિનેત્રી કિયારા અડવાણીનો બિકિની ફોટો એક X-પોસ્ટમાં શેર કર્યો, પરંતુ તેના કેપ્શનમાં તેણે વાંધાજનક અને અયોગ્ય વાતો કહી છે આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે અને તેમને ખૂબ સંભળાવી પણ રહ્યા છે.

નિર્માતા રામ ગોપાલ વર્માની આ પોસ્ટ મંગળવારે મોડી રાત્રે સામે આવી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેના પછી તેમને યુઝર્સ તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો. વધતી જતી નકારાત્મક પ્રતિક્રિયા જોઈને રામ ગોપાલ વર્માએ આજે સવારે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના ચૂપચાપ આ પોસ્ટ્સ દૂર કરી દીધી.
આ પણ વાંચો: વૉર-2ના ટીઝરમાં કિયારાનો લૂક થયો વાયરલઃ બે સેકન્ડમાં મહેફીલ લૂંટી લીધી
તમને જણાવી દઈએ કે આ ટીઝર જુનિયર NTRના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમાં ઋતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી જોવા મળી રહ્યા છે. ટીઝર મુખ્યત્વે ઋત્વિક અને જુનિયર એનટીઆર વચ્ચેના મુકાબલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ આપણને કિયારાની ઝલક પણ મળે છે, જે બિકિની પહેરીને પુલ કિનારે ચાલતી જોઈ શકાય છે. તેના લુકે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. રામ ગોપાલ વર્માએ આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર શેર કર્યું અને તેને વિવાદાસ્પદ શબ્દો સાથે પોસ્ટ કર્યું, જેને અમુક યૂઝર્સે આકરી ઝાટકણી કાઢી હતી.
આ પછી તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા. એક યુઝરે લખ્યું, ‘રામ ગોપાલ વર્મા પાગલ થઈ ગયા છે’ જ્યારે બીજાએ તેમને ‘વિકૃત વૃદ્ધ માણસ’ કહ્યા. બીજા એક યુઝરે કટાક્ષ કર્યો, ‘જો તેઓ જાહેરમાં આ કહે છે, તો કલ્પના કરો કે તેઓ ખાનગીમાં શું કરશે!’ કિયારા અડવાણીના ચાહકોએ રામ ગોપાલ વર્માની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં પોતાની નારાજગી વ્યક્ત કરીને તેમની ટીકા કરી.
આ પણ વાંચો: ‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો
વિવાદ વધતો જોઈને રામ ગોપાલ વર્માએ કોઈ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપ્યા વિના પોતાની પોસ્ટ્સ દૂર કરી દીધી. બીજી તરફ, કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર ‘વોર 2’ વિશે એક સકારાત્મક અને ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, ‘આ ઘણી રીતે મારા માટે પહેલી વાર છે, પહેલી YRF ફિલ્મ, પહેલી એક્શન ફિલ્મ, આ બે અદ્ભુત હીરો સાથે કામ કરવાની પહેલી તક, અયાન સાથે પહેલો સહયોગ અને હા, મારો પહેલો બિકિની શોટ પણ!’