પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી
છેલ્લા એક મહિનામાં દેશ અને દુનિયાની ઘણી પ્રખ્યાત હસ્તીઓ અને મહાનુભાવો પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ 2025માં ભાગ લેતા જોવા મળ્યા છે. મનોરંજન જગતના પણ ઘણા સ્ટાર્સે આ સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં હાજરી આપી છે. હવે આ યાદીમાં સુપર સ્ટાર રામચરણની પત્ની ઉપાસના કોનીડેલાનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેણે તાજેતરમાં તેની બહેન અને તેની ગર્લ્સ ગેંગ સાથે ખાનગી જેટ દ્વારા પ્રયાગરાજ પહોંચીને સંગમમાં ડૂબકી લગાવી હતી. સુપરસ્ટાર રામચરણની પત્ની મહાકુંભમાં પહોંચી હતી. ઉપાસનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીરો શેર કરી હતી. ફોટામાં હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી રહી હતી. ઉપાસના મધ્યરાત્રીએ ખાનગી જેટમાં પ્રયાગરાજ ગઈ હતી.
મહાકુંભમાં આ સ્ટાર્સ પહોંચ્યાઃ-
આ પહેલા વિજય દેવરકોંડા તેની માતા સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે ગયા હતા. ત્યારબાદ KGFની અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટીએ પણ મહાકુંભની મુલાકાત લીધી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અત્યાર સુધીમાં રાજકુમાર રાવ, પત્રલેખા, હેમામાલીની, અનુપમ ખેર, ભાગ્યશ્રી મિલિંદ સોમન, રેમો ડિસોઝા, શ્રીનિધિ શેટ્ટી, પૂનમ પાંડે જેવા ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારોએ સંગમમાં ડૂબકી લગાવી છે.
Also read: મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
રામચરણના વર્ક ફ્રન્ટ વિશેઃ-
ઉપાસના કોનીડેલા સાથે તેના પતિ રામચરણ મહાકુંભમાં જોવા મળ્યા ન હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં રામચરણ તેમની આગામી ફિલ્મ ‘બુચી બાબુ સના’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેવો છેલ્લે દસ જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ ભારતમાં રૂપિયા 154.85 કરોડ અને વિશ્વભરમાં 185.1 કરોડની કમાણી કરવામાં જ સફળ રહી હતી. ઉપાસનાની વાત કરીએ તો તે સામાજિક કાર્યકર અને ઉદ્યોગ સાહસિક છે તે હેલ્થ કેર અને વેલનેસ ઉદ્યોગમાં કામ કરે છે. અને તે એપોલો ફાઉન્ડેશનની વાઇસ ચેરપર્સન છે.