સસરા વાસુ ભગનાનીનું નામ સાંભળતા જ રકુલ પ્રીત સિંહે કર્યું કંઇક આવું…..

આ વખતે અબુ ધાબીમાં IIFA એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે લગભગ અડધું બોલિવૂડ અબુધાબીમાં ઉમટી પડ્યું છે. આ ફંક્શનમાં શાહરૂખ ખાન, સોનમ કપૂર, હેમા માલિની, રેખા વગેરે જેવા અનેક કલાકારો આવ્યા છે. ફંક્શનમાં જેકી ભગનાનીની પત્ની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ જોવા મળી હતી. રકુલ ગ્રીન આઉટફીટમાં સુંદર લાગી રહી હતી. ગ્રીન કાર્પેટ પર તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ વિશે વાત કરવાનો તેનો ઇવેન્ટ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ સમયે તેને પૂજા એન્ટરટેઈનમેન્ટના માલિક અને તેના સસરા વાસુ ભગનાની માટે સવાલ પૂછવામાં આવ્યો હતો. સસરા વિશે પૂછવામાં આવેલા સવાલ પર રકુલ પ્રીત સિંહની પ્રતિક્રિયાઓ વાયરલ થઇ રહી છે.
એક રિપોર્ટરે ગ્રીન કાર્પેટ સ્ટેજ પર એક્ટ્રેસને પૂછ્યું હતું કે તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’નું શુટિંગ કેવું ચાલી રહ્યું છે, ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, ખૂબ સારું. પરંતુ ત્યાર બાદ તરત જ રિપોર્ટરે તેના સસરાએ વાસુ ભગનાની વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. રિપોર્ટરની વાત સાંભળતા જ રકુલપ્રીત સિંહનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેણે બોલવાનું બંધ કરી દીધું અને તેણે સોરી કહ્યું અને જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલી ગઇ હતી.
આ પણ વાંચો : બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના ભાઈ અમનની ડ્રગ્સ મામલામાં ધરપકડ
આ રિએક્શનને કારણે તે હવે ટ્રોલ્સના નિશાના પર આવી ગઇ છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે જો રકુલ આ વિશે વાત કરવા માંગતી ન હતી તો તેણે આ વાત પત્રકારોને પહેલા કહી દેવી જોઈતી હતી. જ્યારે કેટલાક કહે છે કે તેણે પત્રકારોના સવાલનો જવાબ નહીં આપીને સારું કર્યું.
નોંધનીય છે કે રકુલ પ્રીત સિંહે તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ અને નિર્માતા-એક્ટર જેકી ભગનાની સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. જેકીએ તેના પિતા સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું નિર્માણ કર્યું હતું. વાસુ ભગનાની અને તેના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટ પર ઘણી ફિલ્મોમાં ક્રૂ મેમ્બર્સને પૈસા ન આપવાનો આરોપ છે. આ સિવાય ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પણ અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના દિગ્દર્શન માટે ન મળેલી તેમની ફી અંગે ફરિયાદ કરી છે.
જાણકારી માટે કે વાસુ ભગનાનીએ ઘણી પ્રખ્યાત ફિલ્મો બનાવી છે. જેમાં “કુલી નંબર 1”, “હીરો નંબર 1”, “પ્યાર કિયા તો ડરના ક્યા”, “બડે મિયાં છોટે મિયાં”, “બીવી નંબર 1”, “તેરા જાદુ ચલ ગયા”, “મુઝે કુછ કહેના હૈ” નો સમાવેશ થાય છે. “, “હે તેરે દિલ મેં”, “દીવાનાપન” અને “ઓમ જય જગદીશ” જેવી મૂવીનો સમાવેશ થાય છે.