લગ્ન પહેલા આશીર્વાદ લેવા બૉલીવૂડનું આ કપલ પહોંચ્યું શ્રી સિદ્ધિવિનાયક મંદિર
મુંબઈ: બૉલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની (Rakul Preet Singh and Jackky Bhagnani)એ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી. રકુલ અને જૈકીના પ્રિ-વેડિંગ સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન રકુલ અને જૈકીએ મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક (Shri Siddhivinayak Temple) ગણપતિ મંદિર પહોંચી બાપ્પાના આશીર્વાદ પણ લીધા હતા.
રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાનીએ થોડા સમય પહેલા લગ્નની જાહેરાત કરી હતી. અનેક સમયથી રિલેશનમાં રહ્યા બાદ બંને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ગુલાબી રંગનો સૂટ સાથે મેચિંગ દુપટ્ટો પહેરીને રકુલ જૈકી સાથે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. જૈકીએ કાળી પેન્ટ સાથે મિન્ટ ગ્રીન રંગનો કુરતો પહેર્યો હતો. બૉલીવૂડની આ કમાલની જોડીએ મંદિરની બહાર ઉભેલા પાપારાઝી માટે પણ પોઝ આપ્યો હતો.
એક અહેવાલ રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગના ગોવામાં ઇકો ફ્રેન્ડલી વેડિંગ દ્વારા લગ્ન કરવાના છે. ઇકો ફ્રેન્ડલી વેડિંગ એટલે કે આ લગ્નમાં કોઈ કાગળ કે કોઈ પ્રકારની પર્યાવરણ માટે હાનિકરણ વસ્તુનો ઉપયોગ નહીં કરવામાં આવશે. આ લગ્ન માટે રકુલ અને જૈકીએ મહેમાનોને ડિજિટલ વેડિંગ કાર્ડ આપ્યું હોવાનું માહિતી પણ સૂત્રોએ આપી હતી. તેમ જ તેમના લગ્નમાં કોઈ પણ ફટાકડા કે આતશબાજી પણ નહીં કરવામાં આવશે અને બંને નવ વિવાહિત કપલ તેમના લગ્નના દિવસે વૃક્ષ પણ વાવશે, એવી માહિતી સામે આવી છે.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઇકો ફ્રેન્ડલી વેડિંગની શરૂઆત 19 ફેબ્રુઆરીએ થવાની છે. જેથી 19 અને 20 ફેબ્રુઆરીએ પીઠી, મહેંદી અને સંગીત સેરેમની બાદ 21 તારીખે તેમના લગ્ન થશે. જૈકી ભગનાની બૉલીવૂડનો જાણતો એક્ટર અને પ્રોડ્યુસર છે.