Super Star Rajnikanthના સ્વાસ્થ્યને લઈને આવી મહત્ત્વની અપડેટ, હવે આ દિવસે થશે…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રજનીકાંતના હેલ્થ અપડેટને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રજનીકાંત 30મી સપ્ટેમ્બરથી છાતીના દુઃખાવાની ફરિયાદ સાથે ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ થયા હતા. રજનીકાંતની હેલ્થ હવે સ્ટેબલ છે અને હોસ્પિટલે ગુરુવારે હેલ્થ અપડેટ આપતા જણાવ્યું હતું કે શુક્રવારે સુપરસ્ટારને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે.
ચેન્નઈના હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસર રજનીકાંતની હાર્ટની એક બ્લડ વેસલ્સમાં સોજા આવી ગઈ હતી અને એને કારણે તેમને દુઃખાવો થયો હતો. આ ફરિયાદને દૂર કરવા માટે ડોક્ટરે નોન સર્જિકલ પ્રોસિજર હેઠળ સારવાર કરી હતી. હાલમાં જ ડોક્ટરોએ તેમની હાલત સ્થિર હોવાનું અને શુક્રવારે તેમને રજા આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 30મી સપ્ટેમ્બરના રજનીકાંત હોસ્પિટલાઈઝ્ડ થયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપર સ્ટારની પત્ની લતા રજનીકાંતને ફોન કરીને તેમનું હેલ્થ અપડેટ્સ લીધા હતા અને તેમના જલદી સાજા થવાની કામના કરી હતી. તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ અને રાજ્યના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને પણ રજનીકાંતના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : Vettaiyan: બિગ બી અને રજનીકાંત 33 વર્ષ બાદ એકસાથે મોટા પડદા પર…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતની નવી ફિલ્મ વેટ્ટૈયન 10મી ઓક્ટોબરના રિલીઝ ખવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ફિલ્મથી બિગ બી તમિળ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. 33 વર્ષ બાદ અમિતાભ અને રજનીકાંત મોટા પડદા પર સાથે કામ કરતાં જોવા મળશે. આ પહેલાં 1991માં આવેલી ફિલ્મ હમમાં સાથે કામ કર્યું હતું.