ત્રણ ફ્લોપ ફિલ્મો પછી શું પહેલી હિટ આપશે માનુષી છિલ્લર?

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે બોલીવૂડમાં અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે અને તે ટૂંક સમયમાં બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ સાથે ફરી પડદા પર જોવા મળશે. મળતી માહિતી મુજબ માનુષીની ફિલ્મ માલિક ટૂંક સમયમાં જ રિલીઝ થવા તૈયાર છે.
ફિલ્મ માલિક 11મી જુલાઈના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. માલિક બન કે પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈ જેવા દમદાર ડાયલોગ રાજકુમાર રાવના ભાગે આવ્યા છે. જોકે, રાજકુમાર રાવના ભાગે આવેલી હિરોઈન માનુષી છિલ્લરની વાત કરીએ તો તેણે ફિલ્મોમાં એટલું ખાસ કંઈ ઉકાળ્યું નથી.
આપણ વાંચો: Ex Miss Worldના Bikini અંદાજને જોઈ લો, Bold અભિનેત્રીઓ શરમાઈ…
માનુષીએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો કરી છે અને આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી છે. પરંતુ આ ચોથી ફિલ્મથી માનુષી પોતાની આ ફ્લોપ ફિલ્મની ચેન તોડવામાં સફળ રહે છે કે નહીં. મેકર્સે તો ફિલ્મના ટ્રેલરથી પહેલાંથી જ માહોલ બનાવી દીધો છે. આ ટ્રેલરમાં રાજકુમાર રાવનો દમદાર અવતાર જોવા મળે છે અને માનુષી પણ તેની સાથે ફિલ્મમાં જોવા મળશે.
માનુષી માટે આ ફિલ્મ હિટ થાય એ ખૂબ જ જરૂરી છે, એવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તેની એક પણ ફિલ્મ હિટ રહી નથી. મિસ વર્લ્ડ બન્યા બાદ 2022માં માનુષીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી ડેબ્યુ કર્યું હતું, પણ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી.
આપણ વાંચો: તો શું ભારતને 30 વર્ષ પછી નવી ‘Aishwarya Rai’ મળશે?, હવે ‘મિસ વર્લ્ડ સ્પર્ધા’ ઘરઆંગણે યોજાશે
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ બાદ 2023માં ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી અને 2024માં બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં જોવા મળી હતીસ પણ આ ફિલ્મો ખાસ કંઈ વકરો કરી શકી નહીં. બોલીવૂડ સિવાય માનુષીએ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. તેણે 2024માં તેલુગુ ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઈનમાં કામ કર્યું હતું અને એ ફિલ્મ પણ ખાસ કંઈ ચાલી નહોતી.
જોઈએ હવે માલિક ફિલ્મ માનુષીના નસીબ આડેથી પાંદડુ હટાવે છે કે નહીં? ફિલ્મનું ટ્રેલર તો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ ફિલ્મ સારું પ્રદર્શન કરી શકે છે.