મનોરંજન

રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે ‘નન્હી પરી’નું આગમન: ચોથી એનિવર્સરી બની ડબલ સેલિબ્રેશન

બોલિવૂડના લોકપ્રિય કપલ રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના અવસરે માતા-પિતા બન્યા છે. તેમના પરિવારમાં એક ‘નન્હી પરી’નું આગમન થયું છે. આ ખુશખબરી શનિવારની સવારે આ કપલે સોશિયલ મીડિયા પર એક સાથે એક પોસ્ટ દ્વારા શેર કરી, જેનાથી ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સની શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

કપલે પોતાની પોસ્ટમાં લખ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ. ઈશ્વરે અમને એક નન્હી પરીનો આશીર્વાદ આપ્યો છે. પત્રલેખા અને રાજકુમાર.” સાથે જ કેપ્શનમાં તેમણે જણાવ્યું કે, “અમારી ચોથી લગ્નની એનિવર્સરી પર ઈશ્વરે અમને સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે.

રાજકુમાર રાવ અને પત્રલેખા 15 નવેમ્બર, 2021ના રોજ એક ખાનગી સમારોહમાં લગ્નના તાંતણે બંધાયા હતા. લગ્ન પહેલાં તેમણે એક દાયકાથી વધુ સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નની સુંદર તસવીરો શેર કરતાં રાજકુમારે પત્રલેખા માટે લખ્યું હતું, “આખરે, 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી, આજે મેં મારી દરેક વસ્તુ સાથે લગ્ન કર્યા – મારા હમસફર, મારા શ્રેષ્ઠ મિત્ર, મારા પરિવાર સાથે.

આજે મારા માટે તારો પતિ કહેવાવા કરતાં મોટી કોઈ ખુશી નથી.” આ કપલે માત્ર અંગત જીવનમાં જ નહીં, પણ પ્રોફેશનલ મોરચે પણ સાથે કામ કર્યું છે, જેમાં ફિલ્મ ‘સિટીલાઇટ્સ’ અને વેબ સિરીઝ ‘બોસ ડેડ/અલાઈવ’નો સમાવેશ થાય છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, આ જોડીએ પોતાનું પ્રોડક્શન હાઉસ, ‘કમ્પા ફિલ્મ્સ’ પણ લોન્ચ કર્યું છે. તેમણે તેમના પહેલા પ્રોડક્શન, ‘ટોસ્ટર’ની પણ જાહેરાત કરી છે. વિવેક દાસ ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક અનોખી કોમેડી છે, જેમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, જેની સત્તાવાર તારીખની જાહેરાત હજી બાકી છે. પોતાની ચોથી વર્ષગાંઠે બાળકીના આગમન સાથે, રાજકુમાર અને પત્રલેખાનું જીવન અને કારકિર્દી બંને હવે એક નવા અને સુખદ તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે.

આ પણ વાંચો…ગ્લેમર માટે જાણીતી આ અભિનેત્રીએ ધારણ કર્યો સંસ્કારી લૂક: ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button