રજનીકાંતનો વટ જોયોઃ coolie ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી થઈ તો પોતાનો ચાર્જ પણ વધારી દીધો...

રજનીકાંતનો વટ જોયોઃ coolie ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી થઈ તો પોતાનો ચાર્જ પણ વધારી દીધો…

બોલીવૂડ સુપરસ્ટારને ફિલ્મ માટે જે અમાઉન્ટ સાથે સાઈન કરવામાં આવે, ઘણીવાર તે પણ તેને મળતી નથી. જ્યારે સાઉથ સુપરસ્ટાર Rajnikantએ ફિલ્મ શૂટ થઈ ગયા બાદ પોતાની ફીમાં વધારો કર્યો છે. રજનીકાંતની કુલી ફિલ્મની પહેલેથી જ એટલી ચર્ચા છે કે ફિલ્મ ઑપનિંગ વિક એન્ડમાં જ ધોમ કમાણી કરી શકે છે.

ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ 20 કરોડથી ઉપર કમાઈ લીધા છે. ત્યારે આપણે એ જાણીએ કે રજનીકાંત સહિતના અભિનેતાઓએ કેટલા લીધા છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો રજનીકાંતે ફિલ્મ સાઈન કરી ત્યારે રૂ. 150 કરોડ ચાર્જ કર્યા હતા.

પણ ફિલ્મની આટલી એડવાન્સ બુકિંગ અને લોકોનો ઉત્સાહ જોઈ તેણે વધુ રૂ. 50 કરોડ નિર્માતાઓ પાસેથી માગ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ફિલ્મનું બજેટ રૂ. 350 કરોડ માનવામાં આવે છે જ્યારે રજનીકાંતે રૂ. 200 કરોડ ચાર્જ કર્યા છે, જે ફિલ્મના બજેટના 50 ટકા કરતા વધુ છે.

રજનીકાંત બાદ વાત કરીએ સાઉથના બીજા સુપરસ્ટાર નાગાર્જૂનની તો તેણે આ ફિલ્મ માટે રૂ. 10 કરોડ લીધા છે. બોલીવૂડ સ્ટાર આમિર ખાનની ફી રૂ. 20 કરોડ હોવાનું ચર્ચાઈ છે, પરંતુ સાથે એવી વાત પણ બહાર આવી છે કે રજનીકાંત સાથે કામ કરવા માટે આમિરે એકપણ રૂપિયો ચાર્જ કર્યો નથી.

ફિલ્મની હીરોઈન શ્રૃતિ હસને રૂ. 4 કરોડ ફી લીધી છે. બાહુબલીના કટ્ટપા સત્યરાજે પણ રૂ. 4 કરોડ લીધા છે.
કુલી સામે રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-2 રિલિઝ થવા જઈ રહી છે. બન્ન ફિલ્મોની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. બન્ને ફિલ્મ એકબીજાને ટક્કર આપશે, પણ એડવાન્સ બુકિંગમાં રજનીકાંતની કુલી ઘણી આગળ છે. 74 વર્ષની વયે રજનીકાંત એક ફિલ્મના 200 કરોડ વસૂલે છે તે ખરેખર અચરજની વાત છે.

આ પણ વાંચો…હૃતિક-રજનીકાંતની ટક્કર કેવીક જામશે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button