Rajesh Khannaના નિધન બાદ ઘરમાંથી મળી 64 સૂટકેસ, ખોલતાં અંદરથી મળી એવી વસ્તુઓ…

દિવંગત અભિનેતા રાજેશ ખન્નાની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાં કરવામાં આવી છે. એક સમય હતો કે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્નાનો એક અલગ જ જાદુ હતો. બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મોનો દબદબો જોવા મળતો હતો. દર્શકો તેમન દિવાના હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાકાના હુલામણા નામે ઓળખાતા રાજેશ ખન્ના ખૂબ જ શાહી જીવન જીવતા હતા અને જ્યારે પણ ફોરેન ટૂર પર જતાં ત્યારે મોંઘી મોંઘી ગિફ્ટ્સ લઈને આવતા. હવે રાજેશ ખન્નાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ રાજેશ ખન્નાના નિધન બાદ તેમના ઘરમાંથી 64 સૂટકેસ મળી હતી અને બેગ્સમાં ગિફ્ટ્સ જોવા મળ્યા હતા.
રાજેશ ખન્નાના જીવન પર આધારિત એક પુસ્તકમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર રાજેશ ખન્નાના નિધન બાદ તેમના ઘર આશિર્વાદમાંથી 64 પેક્ડ સૂટકેસ મળી આવી હતી. આ તમામ બેગ્સ તેમના નિધન બાદ ખોલવામાં આવી હતી. કાકા લિવ લાઈફ કિંગ્સમાં વિશ્વાસ કરતાં હતા અને એટલે જ તેઓ જ્યારે વિદેશ ફરવા જતાં ત્યારે પોતાના નજીકના લોકોની સાથે સાથે મોંઘી મોંઘી ગિફ્ટ્સ લઈને આવતા હતા.
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર : રાજેશ ખન્ના ઉર્ફ કાકા… ઓરિજિનલ સુપર સ્ટારના ઓરિજિનલ જાણવા જેવા સુપર કિસ્સા…
પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે 2012મં જ્યારે રાજેશ ખન્નાનું નિધન થયું ત્યારે તેમના બંગલામાંથી 64 સૂટકેસ મળી આવી હતી. આ બેગ્સમાં વિદેશથી લાવવામાં આવેલા ગિફ્ટ્સ હતા. જે રાજેશ ખન્ના ક્યારેય કોઈને આપી શક્યા નહીં. અનેક વખત રાજેશ ખન્ના જેમના માટે ગિફ્ટ્સ લાવ્યા હોય એમને આપી દેતા હતા તો અનેક વખત તેઓ ગિફ્ટ્સ આપવાનું ભૂલી જતાં હતા. મળેલી 64 સૂટકેસમાંથી કેટલીય સૂટકેસ તો તેઓ ખોલી પણ શક્યા નહોતા.
રાજેશ ખન્નાએ 60 અને 70ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. 1966માં તેમણે આખરી ખત ફિલ્મથી ડેબ્યુ કર્યું કર્યું હતું. તેમણે આરાધના, દો રાસ્તે, સચ્ચા જૂઠા, આન મિલો સજના, કટી પતંગ, આનંદ, હાથી મેરે સાથી, અમર પ્રેમ, બાવર્ચી, નમક હરામ, દાગ, રોટી સહિત બીજી અનેક ફિલ્મો આપી હતી. લાંબી બીમારી બાદ 18મી જુલાઈ, 2012ના કાકાનું નિધન થયું હતું. પર્સનલ લાઈફની વાત કરીએ તો ડિમ્પલ કાપડિયા સાથે રાજેશ ખન્નાએ લગ્ન કર્યા હતા અને કપલને બે દીકરીઓ છે જેમના નામ ટ્વિન્કલ ખન્ના અને રિંકી ખન્ના છે.