મનોરંજન

ટીવીના આ સુપરહિટ હીરોએ સંજય લીલા ભણશાલીની ફિલ્મ માટે 9 મહિના રાહ જોઇ, અંતે…..

રાજીવ ખંડેલવાલ ટેલિવિઝન અને હિન્દી સિનેમાનું જાણીતું નામ છે. રાજીવે પોતાની કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી. આ પછી તે ઘર ઘરમાં જાણીતો બની ગયો હતો. આજે પણ તે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝનો સુપરહિટ હીરો ગણાય છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ વિશે વાત કરી હતી જે આજ સુધી બની નથી. ભણસાલીની ફિલ્મમાં તેઓ મુખ્ય હીરોરૂપે હતો. તેમણે આ ફિલ્મ માટે 9 મહિના સુધી રાહ જોઈ, પરંતુ અંતે તેમને નિરાશ થવાનો વારો આવ્યો હતો કારણ કે ભણસાલીએ આ ફિલ્મ જ અભેરાઇ પર ચઢાવી દીધી હતી.

સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજીવે સંજય લીલા ભણસાલીની અધૂરી ફિલ્મ ‘ચેનાબ ગાંધી’ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ ફિલ્મ માટે 9 મહિના રાહ જોઈ હતી. મહિનાઓ સુધી રાહ જોયા પછી મેકર્સે તેમને કહ્યું હતું કે આ ફિલ્મ બની રહી નથી.

રાજીવે જણાવ્યું હતું કે, હું સંજય લીલા ભણસાલીની ફિલ્મ કરી રહ્યો છું એ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. હું સંજય લીલા ભણસાલીને મળવા ગયો હતો. તેમને મારો લુક પસંદ પણ આવ્યો હતો.  આ 2009ની વાત છે. તેમનો કોન્ટ્રાક્ટ ખૂબ જ કડક હતો. જ્યારે હું સંજય લીલા ભણસાલીને મળ્યો ત્યારે તેઓ મારી સાથે કલાકો સુધી વાત કરતા હતા. મેં તેમને મારી શરત જણાવી હતી. મેં તેમને કહ્યું હતું કે સર, જે દિવસે તમે મને કહેશો કે રાજીવ મારી ફિલ્મમાં અભિનય કરવા માટે તમારી જરૂર છે, ત્યારે હું તમારી પાસેથી સ્ક્રિપ્ટ સ્વીકારીશ. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, જો મને તે ગમશે, તો હું હા કહીશ, જો નહીં, તો હું ના કહીશ.

આ પણ વાંચો : બોમ્બે હાઈ કોર્ટે કંગનાને રાહત ન આપી, CBFCને પણ લગાવી ફટકાર, જાણો શું કહ્યું

રાજીવ આગળ કહે છે, ‘મેં કોઈપણ ખચકાટ વિના મારી લાગણીઓ તેમની સમક્ષ વ્યક્ત કરી હતી. 15-16 દિવસ પછી તેણે મને કહ્યું કે રાજીવ, મને મારું પાત્ર મળી ગયું છે. જ્યારે તમને વર્ણન કરવું હોય ત્યારે મને કહો. આ ફિલ્મના લેખક હતા વિભુ પુરી. મેં ફિલ્મની સ્ટોરી સાંભળી. વર્ણન સાંભળીને હું અવાક્ રહી ગયો. મેં કહ્યું કે આટલી સારી સ્ક્રિપ્ટ મેં પહેલાં ક્યારેય સાંભળી નથી. બાકી બધું છોડી દો. આ ફિલ્મમાં બચ્ચન સાહબ અને વિદ્યા બાલન પણ હતાં. મને લાગ્યું કે હવે આ ફિલ્મ મારા હાથમાંથી ન નીકળવી જોઈએ. કારણ કે તે સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેઓ આ ફિલ્મને સંપૂર્ણ ન્યાય આપશે. ‘મે વિદ્યા સાથે પોસ્ટર ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

પણ, પછી મને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ નથી બની રહી. મને ખરાબ લાગ્યું કે મને એ સંજયસરે એ વાતની જાણ પણ નહીં કરી કે ફિલ્મ બની રહી નથી. મને દુઃખ તો થયું, પણ મેં એને હલકામાં લઇ લીધું. હું એ ફિલ્મને ભૂલીને બહાર મિત્રો સાથે ફરવા જવા લાગ્યો. મેં કોઈને ફરિયાદ કરી નહીં. હું કોઈ ડિપ્રેશનનો ભોગ બન્યો નથી. મેં ક્યારેય કરણને ફોન કરીને એમ પણ પૂછ્યું નથી કે ફિલ્મ કેમ નથી બની રહી.

જોકે, અભિનેતા હવે આ વાતને ભૂલીને ઘણો આગળ વધી ગયો છે. તે જણાવે છે કે આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અહીં આવું તો ચાલ્યા જ કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button