કરીના કપૂરની કોપી છે વેરા, સ્ટારકિડની બેબો સાથે થઈ સરખામણી તો એક્ટરે… | મુંબઈ સમાચાર
મનોરંજન

કરીના કપૂરની કોપી છે વેરા, સ્ટારકિડની બેબો સાથે થઈ સરખામણી તો એક્ટરે…

બોલીવૂડ એક્ટર રજત બેદી હાલમાં પોતાની વેબ સિરીઝને કારણે ચર્ચામાં આવી રહ્યા છે, પરંતુ એનાથી વધારે ચર્ચા તો તેમની દીકરી વેરા બેદીની થઈ રહી છે. થોડાક દિવસ પહેલાં જ પિતા રજત બેદી, માતા અને ભાઈ સાથે રેડ કાર્પેટ પર સ્પોટ થયેલી વેરા બેદી બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂરની કાર્બન કોપી હોવાનું કહી રહ્યા છે, ત્યારે પિતા રજત બેદીનું રિએક્શન પણ હવે સામે આવ્યું છે. આવો જોઈએ વેરાની સરખામણી કરિના કપૂર સાથે થતાં રજતે શું કહ્યું…

રજત બેદીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે વેરા ધ બેડ્સ ઓપ બોલીવૂડની ઈવેન્ટમાં પહોંચી ત્યારથી જ તેની સુંદરતા અને લૂક્સની ચર્ચા થઈ રહી છે. એના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ રીતે મારી દીકરી કે આખો પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો એ થોડું અજીબ છે.

આ પણ વાંચો: “તું છે કોણ?” કરીના કપૂરે ગુસ્સામાં કોની સાથે આ રીતે કરી હતી વાત? જાણો સમગ્ર વિવાદ

તેણે આગળ પોતાના ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે માત્ર હું જ નહીં પણ મારા બાળકો પણ સિરીઝ અને મારી કારણે લાઈમલાઈટમાં આવી ગયા. વેરા ખૂબ જ ખુશ છે, કારણ કે તેને માત્ર ભારત જ નહીં પણ અમેરિકા, લંડન, કેનેડા અને દુબઈ સહિત દુનિયાભરમાંથી પ્રેમ અને અટેન્શન મળી રહ્યું છે. તેને ઓળખતા લોકો તેને ફોન કરીને કહી રહ્યા છે કે તે યંગ કરિના કપૂર જેવી દેખાઈ રહી છે.

રજય બેદીએ જણાવ્યું હતું કે મેં ક્યારેય મારા પરિવાર કે બાળકો સાથે વાત નથી કરી. પરંતુ તેઓ જાણે છે કે તેમણે બધા સાથે ખૂબ જ રિસ્પેક્ટફૂલ રહેવું પડશે. મારા બાળકોમાં ક્યારેય તમને ઘમંડ નહીં જોવા મળે, જ્યારે કે તેમના બંને માટે આ ખૂબ જ નવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રજત બેદીના બાળકો પણ શોબિઝની દુનિયામાં એન્ટ્રી લેવા તૈયાર છે. તેમના દીકરા વિવાન બે વર્ષથી આર્યન સાથે ધ બેડ્સ ઓફ બોલીવૂડ પર કામ કરી રહ્યો છે. જ્યારે દીકરી વેરાના ડેબ્યુ વિશે રજતે જણાવ્યું હતું કે તેણે પહેલાં ક્યારેય આ વિશે વિચાર્યું નહોતું, પણ હવે તે આ વિશે વિચારી રહી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button