મનોરંજન

મિશન ઇમ્પોસિબલને ટક્કર આપી રહી છે રેડ 2, સતત 20માં દિવસે પણ કમાણીમાં અવ્વલ…

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે અજય દેવગણ (Ajay devgn)ની ‘રેડ 2’ (Raid 2) અને ટોમ ક્રુઝ (Tom Cruise)ની મિશન ઇમ્પોસિબલ 8 ધૂમ મચાવી રહી છે. બન્ને ફિલ્મોને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ‘રેડ 2’ને આજે 20 દિવસ થયા છે, જ્યારે ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’ (Mission: Impossible – The Final Reckoning)ને રિલિઝ થયાને માત્ર 4 જ દિવસ થયા છે. 20માં દિવસે પણ અજયની ફિલ્મ ‘રેડ 2’ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. જો કે, સામે ટોમ ક્રુઝની ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’ પણ કઈ ઓછી કમાણી નથી કરી રહી. મિશન ઇમ્પોસિબલ 8 એ પણ કમાણી મામલે અનેક રેકોર્ડ તોડી નાખ્યાં છે.

રેડ રએ 20માં દિવસે પણ 1.79 કરોડ રૂપિયાની કમાણી કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘રેડ 2’એ 20માં દિવસે પણ 1.79 કરોડ રૂપિયા છાપ્યાં છે. જ્યારે તેની સામે મિશન ઇમ્પોસિબલે ચોથી દિવસે બોક્સ ઓફિસ પર 4.41 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હજી આ બન્ને ફિલ્મો કમાણી મામલે રેકોર્ડ તોડી શકે તેમ છે. અજય દેવગણની ફિલ્મ ‘રેડ 2’એ 20 દિવસમાં 152.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે મિશન ઇમ્પોસિબલ ચાર દિવસની અંદર માત્ર ભારતમાંથી 43.66 કરોડ રૂપિયા છાપી દીધા છે. પરંતુ ભારતીય સિનેમાની વાત કરવામાં આવે તો, સતત 20મા દિવસે પણ બોક્સ ઓફિસ પર પકડ જમાવી રાખવી એ મોટી વાત છે, અને ‘રેડ 2’ હજી પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે.

મિશન ઇમ્પોસિબલે 4 દિવસમાં 43.66 કરોડ રૂપિયા છાપ્યા
ટોમ ક્રુઝની ફિલ્મ ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’ની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ અમેરિકામાં રિલિઝ થાય તેના એક અઠવાડિયા પહેલા ભારતમાં રિલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ટોમ ક્રુઝ સાથે હેલી એટવેલ, સિમોન પેગ, હેન્ના વેડિંગહામ, એન્જેલા બેસેટ, એસાઈ મોરાલેસ, પોમ ક્લેમેન્ટીફ અને ગ્રેગ ટારઝન ડેવિસ જેવા કલાકારોએ પણ અભિનય કર્યો છે. તેનું નિર્દેશન ક્રિસ્ટોફર મેકક્વારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને બનાવવા માટે 300થી 400 મિલિયન ડોલરનો ખર્ચ થયો હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button