મનોરંજન

‘રેડ 2’એ બીજા અઠવાડિયે બોક્સ ઓફીસ પર ધમાકેદાર શરૂઆત કરી; 100 કરોડ ક્લબમાં સામેલ

મુંબઈ: અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી (Raid 2 Box office) રહી છે. રિલીઝના અઠવાડિયામાં, ફિલ્મે આશરે ₹99 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે હવે બીજા અઠવાડિયાની મજબૂત શરૂઆત કરી છે.

‘રેડ 2’ની રિલીઝના બીજા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે શુક્રવારે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે 9મા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘રેડ 2’ એ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે અને ફિલ્મનું કુલ કલેક્શન હવે લગભગ 104 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

વર્ષ 2018 માં રિલીઝ થયેલી પહેલી ‘રેડ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાનું નેટ લાઈફટાઇમ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મની સિક્વલ ‘રેડ 2’ એ માત્ર 9 દિવસમાં રેડ 1 કરતાં વધુ કમાણી કરી છે.

‘રેડ 2’ આ વર્ષે 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ચોથી બોલિવૂડ ફિલ્મ બની છે. આ પહેલા ‘છાવા’, ‘સ્કાયફોર્સ’ અને ‘સિકંદર’ ફિલ્મ 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચૂકી છે.

અજય દેવગણની વધુ એક ફિલ્મ 100 કરોડ ક્લબમાં:
અજય દેવગણ હવે બોલિવૂડના એવા કલાકારોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે, જેણે સૌથી વધુ 100 કરોડની ફિલ્મો આપી છે. ‘રેડ 2’ સાથે હવે અજય દેવગણ પાસે 15 ફિલ્મો છે, જેણે આ 100 કરોડથી વધુનો કમાણી કરી હોય. સલમાન ખાનની 18 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે, જ્યારે અક્ષય કુમારની 16 ફિલ્મો આ ક્લબમાં સામેલ છે.

શનિવાર-રવિવારે ‘રેડ 2’ ને બોક્સ ઓફિસ પર મોટો ફાયદો મળી શકે છે અને બીજા અઠવાડિયાના અંતે ફિલ્મનું કલેક્શન 120 કરોડ રૂપિયાથી વધુ સુધી પહોંચી શકે છે.

આપણ વાંચો : raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button