અજયની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ, સંજય દત્તને ભારે ફટકો…
પહેલી મેના રોજ બે હિન્દી ફિલ્મો થિયેટરોમાં રિલિઝ થઈ જેમાં અજય દેવગનની ફન્ચાઈઝી

ફિલ્મ રેડ-2 અને સંજય દત્તની ધ ભૂતનીનો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મ રેટ્રો પણ રિલિઝ થઈ હતી. સૂર્યાની ફિલ્મે હિન્દી ફિલ્મોને પાછળ મૂકી દીધી છે, પણ અજયની ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે જ્યારે સંજય દત્તની ધ ભૂતનીને જનતાએ નકારી છે.
અજય દેવગનની ‘રેડ 2’ સૂર્યાની ‘રેટ્રો’ કરતા 1 કરોડ રૂપિયા ઓછી કમાણી કરી શકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ફિલ્મને પહેલા દિવસે ૧૮.૨૫ કરોડ રૂપિયાથી શરૂઆત કરી છે. તો દક્ષિણ અભિનેતા નાનીની ફિલ્મ હિટ ધ થર્ડ કેસ એ 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બધી ફિલ્મોમાં સંજય દત્તની ફિલ્મ ધ ભૂતની ઘણી પાછળ છે. આ ફિલ્મ પહેલા દિવસે 1 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નહીં, ધ ભૂતની ની શરૂઆત 65 લાખ રૂપિયાથી થઈ છે. જ્યારે રેટ્રોએ 19.5 કરોડનું કલેક્શન પહેલા દિવસે કર્યું છે.
હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મો સાથે હોલીવુડ ફિલ્મ થંડરબોલ્ટ ની વાત કરીએ, તો આ ફિલ્મે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેડ 2 અજય દેવગનની આ વર્ષની બીજી ફિલ્મ છે, આ પહેલા તે જાન્યુઆરીમાં આઝાદમાં જોવા મળ્યો હતો. જોકે, આઝાદ ફ્લોપ સાબિત થઈ હતી. આઝાદે પહેલા દિવસે ફક્ત 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાટ અને કેસરી-2નું કલેક્શન પણ ખાસ સારું રહ્યું નથી. અજયની ફિલ્મ વિક એન્ડમાં કેવું પર્ફોમ કરે છે તે જોવાનું રહ્યું.
આપણ વાંચો : raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ