મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Raha Kapoor ના જન્મદિવસે દાદી Neetu Kapoor એ કંઈક આ રીતે વરસાવ્યું વ્હાલ…

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની લાડકવાયી રાહા કપૂર આજે એટલે કે છઠ્ઠી ઓક્ટોબરના પોતાનો સેકન્ડ બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને આ જ પ્રસંગે દાદી નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રાહાનો એક સુંદર ફોટો કરીને તેનો પોતાનો પ્રેમ ગણાવ્યો છે. નીતુ કપૂરે જે ફોટો શેર કર્યો છે તેમાં રાહા રણબીર અને આલિયાની વચ્ચે કારની બેક સીટ પર બેઠી છે. આવો જોઈએ આખરે નીતુએ શું લખ્યું છે પોસ્ટમાં…

આ પણ વાંચો : Alia Bhatt, Ranbir Kapoor ની સામે જ લાઈમલાઈટ લૂંટી ગઈ નાનકડી Raha Kapoor…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નીતુ કપૂરે પોસ્ટ કરીને લખ્યું છે કે અમારા પ્રેમનો બર્થડે… ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાહાને બર્થડે વિશ કરી રહ્યા છે. દાદી નીતુ સિવાય ફોઈ રિદ્ધિમા કપૂરે પણ પોતાની ભત્રીજીને બર્થડે વિશ કર્યું હતું. રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર પોતાની દીકરી સાથે રાહાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે હેપ્પી બર્થડે મારી ક્યુટી પાઈ, અમે તને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.

Credit : News18

અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીર કપૂર રાહા કપૂરને ખૂબ જ પ્રેમ કરે છે અને દાદી નીતુ પણ પૌત્રી રાહા પર પ્રેમ વરસાવવાની એક પણ તક નથી છોડતા. રણબીર અને આલિયા પણ દીકરી પર ખૂબ જ મહાલ વરસાવે છે. આલિયાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં વર્કિંગ મધર હોવાને કારણે તેને કઈ કઈ ચેલેન્જનો સામનો કરવો પડે છે એના વિળે વાત કરી હતી. એટલું જ નહીં તેણે એવું પણ જણાવ્યું હતું હવે તેને તેના માતા-પિતા માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે, કારણ કે તે જ્યારે દીકરી હતી ત્યારે તે પોતાના માતા-પિતાને સમય નહોતી આપી શકતી.

આ પણ વાંચો : Viral Video: Raha Kapoor થઈ પેપ્ઝથી પરેશાન, આપ્યું એવું રિએક્શન કે…

Credit : Moneycontrol

આલિયાએ એક ઈન્ટરવ્યુમાં હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ દરમિયાન પોતાની રાતની ઉંઘ ઉડી જવાની વાત કરી હતી, કારણ કે તેને એવું લાગતું હતું કે તે એક સારી દીકરી નથી. આલિયા 23 વર્ષની હતી અને ત્યારથી જ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી અને તેમની પાસે મા સોની રઝદાન સાથે વિતાવવા માટે હાર્ડલી સમય મળતો હતો. લાંબો સમય સુધી તે શૂટિંગ શેડ્યુલ પર ઘર અને પરિવારથી દૂર રહેતી હતી અને ઘણી વખત તો માતા-પિતાને એ વાત પણ નહોતી ખબર રહેતી કે તેમની દીકરી કયા શહેરમાં શૂટ કરે છે.

આ પણ વાંચો : Raha Kapoor-Ranbir Kapoorનું સિક્રેટ રિવીલ કર્યું આલિયા ભટ્ટે, જાણશો તો ચોંકી ઉઠશો…

આલિયા પોતાની દીકરી રાહાના કેસમાં આવું નથી થવા દેવા માંગતી એટલે તે રાહા સાથે શક્ય એટલું વધુ સમય પસાર કરતી જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button