Viral Video: Raha Kapoorએ એરપોર્ટ પર પેપ્ઝને જોતાં જ કર્યું કંઈક એવું કે…

બોલીવૂડના ચોકલેટી બોય રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) અત્યારથી જ પેપ્ઝની લાડકવાયી બની ગઈ છે. ફેન્સ અને પેપ્ઝ રાહાની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. બે વર્ષની રાહા હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી અને તેણે એરપોર્ટ પર કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે, આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રાહાએ-
ગઈકાલે એટલે કે શુક્રવારે રાતે રાહા કપૂર મમ્મી-પપ્પા સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે નીકળી પડી હતી અને આ માટે તે એરપોર્ટ પહોંચી હતી. આ સમયે રાહાને આલિયા ભટ્ટે તેડી લીધી હતી. એરપોર્ટ રાહાએ જેવા પેપ્ઝને જોયા એટલે તે એકદમ ખુશ થઈ ગઈ અને તેણે ખૂબ જ વ્હાલથી હાય કહીને તેમની તરફ હાથ હલાવી રહી હતી. રાહાની આ ક્યુટ હરકતથી પેપ્ઝ અને ફેન્સ તો ખુશ થઈ ગયા હતા, પરંતુ મમ્મી આલિયા અને પપ્પા રણબીર પણ હસવાનું રોકી શક્યા નહોતા. એટલું જ નહીં પણ રાહાએ પેપ્ઝની સામે ઘણી બધી ફ્લાંઈગ કિસ આપી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે રાહાએ કેમેરા સામે આઆવું કંઈ કર્યું હોય. હાલમાં ક્રિસમસ સેલિબ્રેશન સમયે પણ જ્યારે પેપ્ઝ સામે આવવાનું હતું તો પહેલાં તો રાહા ખૂબ જ ડરેલી લાગી રહી હતી. આલિયા પણ ત્યાં હાજર લોકોને શાંત રહેવાનો ઈશારો કરી રહી હતી. ત્યાર બાદ જેવી રાહા કેમેરા સામે આવી ત્યારે તેણે ક્યૂટલી હાય કહ્યું હતું અને ફેન્સ અને પેપ્ઝનું દિલ જિતી લીધું હતું.
આ પણ વાંચો : રાહા કપૂરને કયા ગીત પર ડાન્સ કરવાનું પસંદ છે, મમ્મી આલિયાએ કર્યો ખુલાસો…
અત્રે ઉલ્લેખનીય છે કે રાહાનો જન્મ છઠ્ઠી નવેમ્બર, 2022ના થયો હતો અને 2023ની ક્રિસમસ પર રણબીર અને આલિયાએ પોતાની લાડકવાયીને લોકોને મળાવી હતી. રાહાની પહેલી ઝલક જોઈ છે ત્યારથી ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. તમે પમ આલિયાના આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…