હેં! રાગિણી ખન્નાએ પહેલા ક્રિશ્ચન ધર્મ અંગિકાર કર્યો ને 24 કલાકમાં પાછી હિન્દુ?
ધર્મ એ એક વ્યક્તિગત માન્યતા અને આસ્થાનો વિષય છે, પરંતુ કોઈ સેલિબ્રિટી એક ધર્મ વર્ષોથી પાળતી હોય, પછી બીજો ધર્મ અંગિકાર કર્યાની ખબરો ફેલાવે અને 24 કલાકમાં ફરી પોતાનો જન્મજાત ધર્મ જ પાળે છે તેમ કે ત્યારે માન્યામાં ન આવે. વળી, આ અભિનેત્રી આવા કોઈ વિષયમાં ક્યારેય ઈન્વોલ્વ ન થતી હોય ત્યારે વધારે નવાઈ લાગે. વાત છે રાગિણી ખન્નાની. સસુરાલ ગેંદા ફૂલ, દેખ ઈન્ડિયા દેખ, ગુડ મોર્નિગ વિથ રાગિણી ખન્ના જેવી સિરિયલ અને વેબ સિરિઝમાં દેખાઈ છે.
રાગિણીના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે હું ક્રિશ્ચન ધર્મ અપનાવવા જઈ રહ્યું છે. આ સાથે પાદરીનો ફોટો પણ હતો અને રાગિણીને તેઓ પરંપરા પ્રમાણે ક્રિશ્ચન ધર્મનો અંગિકાર કરાવતા હોય તેવો ફોટો હતો. જોકે તેના 24 કલાકમાં જ ફરી તેણે પોસ્ટ મૂકી કે હું અગાઉની મારી રીલ માટે માફી માગું છું, જેમાં મેં ક્રિશ્ચન ધર્મ અપનાવવાની વાત કરી હતી, પણ હું મારા મૂળિયા તરફ પાછી ફરી રહી છું અને હું સનાતની હિન્દુ ધર્મ જ અપનાવું છું.
જોકે આ પોસ્ટ બાદ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ચોકીદાર બહાદુર નામે ઈન્સ્ટા અકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ તેનું અકાઉન્ટ હેક કરી નાખ્યું છે. જોકે રાગિણીનું આ મામલે કોઈ નિવેદન કે ખુલાસો આવ્યા નથી તેથી ફેન્સનું અચરજ વધતું જાય છે.
હાલમાં સ્ક્રીન પર ન દેખાતી રાગિણી કઝીન આરતી સિંહના લગ્નમાં દેખાઈ હતી.