મનોરંજન

પરિણીતી સાથે ઝઘડા થાય તો કઇ રીતે લાવે છે સોલ્યુશન? Raghav Chadhaએ ફેન્સને જણાવી ખાનગી વાતો

નવી દિલ્હી: હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ તેમના લગ્નજીવન વિશે(Raghav Chadha Parineeti Fight)ની અમુક વાતો શેર કરી હતી. રાઘવે જણાવ્યું હતું કે પત્ની હંમેશા સાચું જ કહેતી હોય છે, અને જો તમે આ વાત માની લો તો પછી ઝઘડા થતા નથી.

આ કપલ ગત વર્ષે સપ્ટેમ્બરમાં લગ્નબંધનમાં બંધાયું હતું. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. રાઘવે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ લગ્નજીવનમાંથી શું શીખ્યા છે અને બંને વચ્ચે ઝઘડા થાય તો કઇ રીતે તેનું નિરાકરણ લાવે છે.


આ ઉપરાંત નવા કપલ્સ માટે તેમણે એક સલાહ પણ આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પત્નીની વાતો હંમેશા માનવી જોઇએ. એવું નથી કે પતિ પત્ની વચ્ચે મતભેદો ન થાય પરંતુ શાંતિથી તેનું નિરાકરણ લાવવું જરૂરી છે. એક ભૂલ જે સામાન્યપણે લોકો કરતા હોય છે તે છે લડાઇ દરમિયાન ઉંઘી જવું. એવું બિલકુલ કરવું ન જોઇએ, તેવું રાઘવે કહ્યું હતું.

“જ્યારે અમારી વચ્ચે કોઇ વાત પર મતભેદ થાય તો બંને એકબીજાને પોતપોતાના દ્રષ્ટિકોણ સમજાવી દઇએ છીએ. ઘણીવાર એવું પણ થાય છે કે અમે બંને જ કોઇ એક વાતે સંમત અથવા અસંમત થઇ જઇએ છીએ. અમે પ્રેક્ટિકલ રીતે ઝઘડાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીએ છીએ.” તેવું રાઘવે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button