મનોરંજન

Parineeti Chopraના બર્થડે પર રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું પતિ રાઘવ ચઢ્ઢાએ…

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપ્રા છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને સતત ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. એક્ટ્રેસે ગઈકાલે જ લગ્ન પછીની પહેલી કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી અને આજે તે પોતાનો જન્મ દિવસ ઊજવી રહી છે. એક્ટ્રેસના જન્મ દિવસે ફેન્સ અને ફેમિલી તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પરંતુ આ આ બધામાં આમ આદમી પાર્ટીના નેતા અને પરીના પતિ રાઘવ ચઢ્ઢાએ ખૂબ જ ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ છે રાઘવની પોસ્ટમાં-

રાઘને પરિણિતીના બર્થડે પર ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી છે અને આ સાથે તેણે બંનેના કેટલાક સુંદર ફોટો પણ શેર કર્યા છે. આ પોસ્ટમાં રાઘવે પરિણીતીને વચન આપતાં કહ્યું છે કે તે હંમેશા પરીના ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ કરશે. પોતાની પોસ્ટમાં રાઘવે લખ્યું છે કે તારી સ્માઈલ, તારો અવાજ, સુંદરતા અન ગ્રેસ જોઈને ક્યારેક ચોંકી જાઉં છું કે એક જ વ્યક્તિમાં આટલો બધો કરિશ્મા… આજે તારા બર્થડે પર હું એટલું જ કહેવા માંગું છું કે તારા બધા સપના સાકાર થાય.

આ પણ વાંચો : Viral Video: ડિવોર્સની અફવાઓ વચ્ચે Abhishek Bachchanએ કહ્યું બસ હવે બહુ થયું…

રાઘવે સોશિયલ મીડિયા પર શેર કરીને પોસ્ટમાં પરિણીતીને પોતાના જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ ગણાવી હતી અને કહ્યું હતું કે હું વચન આપું છું કે હું હંમેશા તારા ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ કરીશ, હેપ્પી બર્થડે મારી પ્રિન્સેસ…
રાઘવનો આ રોમેન્ટિક અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પરિણીતીને પણ આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી છે અને તેણે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે રાગી… અત્રે ઉલ્લેખનીય છે કે પરિણીતી અને રાઘવે 2022માં લગ્ન કર્યા હતા અને લોકો બંનેની જોડીને ખૂબ જ પસંદ કરે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker