Viral Video: લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી અંબાણી પરિવારની વહુરાણીએ આ કોની પાસે પૈસા માંગ્યા? | મુંબઈ સમાચાર
મનોરંજન

Viral Video: લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી અંબાણી પરિવારની વહુરાણીએ આ કોની પાસે પૈસા માંગ્યા?

અંબાણી પરિવાર (Ambani Family)ની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં જ અંબાણી પરિવારે પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું અને રાધિકા પતિ અનંત અંબાણી (Anant Ambani) સાથે મુંબઈના લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. આ સમયે અંબાણી પરિવારની વહુરાણીએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કર્યું રાધિકાએ એવું કે લોકો તેની ચર્ચામાં કરી રહ્યા છે-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનંત અંબાણી પત્ની રાધિકા મર્ચન્ટ, સસરા વિરેન મર્ચન્ટ અને ફેમિલી સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. આ સમયે બાપ્પાના આશિર્વાદ લઈને રાધિકાએ પપ્પા વિરેન મર્ચન્ટ પાસે પૈસા માંગે છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવારની વહુરાણી હોવા છતાં પણ રાધિકા તો તેના પપ્પા વિરેન મર્ચન્ટ માટે તેમની નાનકડી દીકરી જ છે.

નેટિઝન્સ આ વાઈરલ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લાઈક અને કમેન્ટ કરીને નેટિઝન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટલી સિમ્પલ છે આ અને મને એની આ જ વાત ખૂબ જ ગમે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ ક્યુટ મોમેન્ટ છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે કેટલી સુંદર ક્ષણ છે, કેટલી સારી વ્યક્તિ છે, સિમ્પલ અને ડાઉન ટુ અર્થ…

લાલબાગચા રાજા સમયે પહોંચેલી રાધિકા મર્ચન્ટે ઓરેન્જ કલરના સૂટ પહેર્યો હતો અને અનંત બ્લ્યુ કલરના શર્ટમાં જોવા મળી રહ્યા છે. વિરેન મર્ચન્ટે આ સમયે પીળા કલરનો કૂર્તો પહેર્યો હતો. અનેક લોકોનું એવું કહેવું છે કે અંબાણી પરિવારની વહુરાણી હોવા છતાં પણ સાદગી અને સિમ્પલિસિટી.

આ સિવાય રાધિકા અને અનંતનો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં બંને જણ ખૂબ જ ભક્તિથી બાપ્પાના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે. રાધિકા અને અનંત એકબીજાનો હાથ પકડીને સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. થોડાક સમયે પહેલાં જ અનંત અંબાણી અને રાધિકાએ એન્ટિલિયા ખાતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો…શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button