Viral Video: Anant Ambani નહીં આ ખાસ વ્યક્તિ સાથે ડાન્સ કર્યો અંબાણી પરિવારની વહુરાણી…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. 2024માં જ પરિવારે પોતાની નાની વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગની ચર્ચા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પરિવારની નાની વહુરાણી અનંત અંબાણી નહીં પણ જાણીતા બોલીવૂડ સેલિબ્રિટી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં અને કોણ છે આ સેલિબ્રિટી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને યુઝર્સ રાધિકા મર્ચન્ટની ડાન્સિંગ સ્કિલ્સના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ બોલીવૂડના રોમેન્સ કિંગ શાહરૂખ ખાન સાથે મન મૂકીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા શાહરૂખ ખાનની ફિલ્મ રા.વનના ગીત છમક છલ્લો પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોવા મળે છે કે રાધિકાએ વ્હાઈટ કલરનો શોર્ટ ફ્રોક પહેર્યો છે, જેના પર સુંદર સિક્વન્સનું કામ કરવામાં આવ્યું છે. સિક્વન્સને કારણે આ ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. રાધિકાએ પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે ડ્રેસની ઉપર બેજ કલરનો ફરવાળો કોટ કેરી કર્યો છે. વ્હાઈટ ફૂટવેર સાથે રાધિકાએ પોતાના આ લૂકને કમ્પલિટ કર્યો હતો. ખુલ્લા વાળમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાધિકા મર્ચન્ટ વીડિયોમાં શાહરૂખ ખાન સાથે મસ્તીમાં એક ઝૂમતી જોવા મળી રહી છે. વાત કરીએ શાહરૂખની તો શાહરૂખે આ સમયે બ્લેક કલરનું લોવર, ટી-શર્ટ અને બ્લેક કેપ પહેરી હતી. રાધિકા મર્ચન્ટ અને શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને રાધિકાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાધિકા કેટલી ખુશ દેખાઈ રહી છે, તે બાળક સાથે શાહરૂખ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બીજા એક યુઝરે શાહરૂખના વખાણ કરતાં જણાવ્યું હતું કે શાહરૂખ કેટલા પ્રેમથી રાધિકાને સ્ટેપ્સ સમજાવી રહ્યો છે. તમે પણ આ વીડિયો વાઈરલ ના થયો હોય તો અત્યારે જ જોઈ લો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન શાહરૂખ ખાને પર્ફોર્મ કર્યું હતું અને એ સમયે તેની સાથે સ્ટેજ પર સલમાન ખાન અને આમિર ખાન સાથે જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન અને અંબાણી પરિવારનો ખાસ નાતો રહ્યો છે.
આપણ વાંચો: અંબાણી પરિવારના આ સભ્યની તબિયત બગડતાં પરિવાર ચિંતામાં, એરપોર્ટ પર સ્પોટ થયો પરિવાર…