Radhika Merchant એ ફરી એક વખત સાબિત કરી દીધું કે…

અંબાણી પરિવારનું મહિલા મંડળ હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) તો પોતાની અનોખી ફેશન અને સ્ટાઈલને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. રાધિકા મર્ચન્ટની ફેશનસેન્સ એકદમ ગજબની છે અને એના વખાણ કરીએ એટલા ઓછા છે. હાલમાં રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નનો હાર પહેરીને ફરી એક વખત લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો રાધિકા પર વેસ્ટર્નથી લઈને એથનિક આઉટફિટ ખૂબ જ જચે છે. લગ્ન બાદથી રાધિકા મર્ચન્ટ કોઈને કોઈ ઈવેન્ટમાં છવાઈ જાય છે. હવે ફરી એક વખત કંઈક એવું થયું હતું કે રાધિકાએ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. વાત જાણે એમ છે કે હાલમાં જ રાધિકાના કેટલાક ફોટો સામે આવ્યા છે જેમાં તે સુંદર લહેંગા-ચોલીમાં જોવા મળી રહી છે. જેની સાથે તેણે પોતાના લગ્નમાં પહેરેલો હાર પહેર્યો હતો. રાધિકા આ લૂકમાં એકદમ રાજકુમારી જેવી લાગી રહી છે.
રાધિકાના વાઈરલ થઈ રહેલાં ફોટોમાં તેણે પેસ્ટલ ગ્રીન કલરનો સ્કુપ નેકલાઈન અને અનઈવન ક્રોપ્ડ હેમલાઈનવાળો બ્લાઉઝ પહેર્યો છે, જેના પર ગોલ્ડન સિક્વન્સનું વર્ક કરવામાં આવ્યું છે. રાધિકાએ આ બ્લાઉઝ સાથે ફ્લેયર્ડ લહેંગા સ્કર્ટ સાથે પેયર કર્યો છે. લહેંગા પર પણ સુંદર વર્ક કરવામાં આવ્યું છે, જેણે આ આઉટફિટને વધુ સુંદર બનાવવાનું કામ કર્યું હતું. રાધિકાએ આ સાથે મેચિંગ ઓર્ગેન્ઝા દુપટ્ટો પહેર્યો હતો. આ સુંદર આઉટફિટ મશહૂર ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો છે.
આટલા સુંદર ડિઝાઈનર આઉટફિટ સાથે રાધિકાએ સુંદર જ્વેલરી કેરી કરી હતી. તેણે પોતાના લગ્નમાં પહેરેલો મલ્ટી લેયર્ડ નેકલેસ પહેર્યો હતો, જેમાં પન્નાનું પેન્ડન્ટ પહેર્યું હતું. આ પેન્ડન્ટે નેકલેસમાં ચાર-ચાંગ લગાવવાનું કામ કર્યું હતું. આ સુંદર અને ક્લાસી નેકલેસ સાથે રાધિકાએ મોટા ઝૂમખા, બંગડીઓ અને ડાયમંડ રિંગ્સ પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.
ન્યૂડ આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર બ્લશ્ડ ચિક્સ અને ગ્લોસી પિંક લિપસ્ટિકમાં રાધિકા ખરેખર કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી. મિડલ પાર્ટિશનવાળી હેરસ્ટાઈલમાં રાધિકા એકદમ અંબાણી પરિવારની વહુને છાજે એવી લાગી રહી છે. તમે પણ ના જોયો હોય રાધિકાનો આ વાઈરલ લૂક તો અત્યારે જ જોઈ લો…
આપણ વાંચો : નીતા અંબાણીને જોતા જ રસ્તા પર વહુ Radhika Merchant એ કર્યું આ કામ, યુઝર્સે કહ્યું વિશ્વાસ નથી થતો…