મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટના હાથમાં જોવા મળ્યો આ મોંઘો ફોન! જાણો કિંમત અને ફીચર્સ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. હાલમાં જ પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટ મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાસુ નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા. આ સમયે તેના હાથમાં ફોન જોવા મળ્યો હતો અને એને કારણે ફરી એક વખત રાધિકા મર્ચન્ટ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આવો જોઈએ આખરે એવો તે કયો ફોન યુઝ કરે છે રાધિકા મર્ચન્ટ…
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીએ સાથે જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાથે એન્ટ્રી મારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ સમયે સાસુ-વહુની જોડીનો સુંદર અને સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળી રહ્યો હતો. આ જ વીડિયોમાં રાધિકા મર્ચન્ટના હાથમાં ફોન જોવા મળ્યો હતો અને આ ફોનની કિંમતને લઈને ચર્ચા થઈ રહી છે.
રાધિકા મર્ચન્ટના હાથમાં જોવા મળી રહેલો સ્માર્ટ ફોનના કટ આઉટ પરથી જાણવા મળે છે કે આઈફોન પ્રો સીરિઝનો હેન્ડસેટ છે. શક્ય છે કે આ આઈફોન 16 પ્રો મેક્સ ફોનનો મોડેલ હોવો જોઈએ અને તેનો ડિસ્પ્લે 6.9 ઈંચનો છે, પરંતુ આ આઉફોન સાથે રાધિકાએ પોતાના આઉટફિટની સાથે ડ્રેસ સાથે મેચિંગ કવર લગાવ્યું હતું.
વાત કરીએ આ ફોનની તો આ ફોન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને કંપની આ ફોનને ડિસકન્ટીન્યૂ કરી દીધો છે. લોન્ચ સમયે આ ફોનની કિંમત 1,34,900 રૂપિયા (256 જીબી) હતી. ટોપ એન્ડ વેરિયેન્ટની કિંમત આશરે 2 લાખ રૂપિયાન હતી. જોકે, હવે આ કિંમત બદલાઈ ચૂકી છે.
નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટનો દિવાળી પાર્ટીનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ પાર્ટીમાં સાસુ-બહુની જોરદાર બોન્ડિંગ જોવા મળી હતી, જેના નેટિઝન્સ ભરપેટ વખાણ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…