અંબાણી પરિવારની Diwali Partyમાં Nita Ambani નહીં પણ લાઈમલાઈટ લૂંટી આ ખાસ સદસ્યએ, લૂક જોઈને તો…

હાલમાં જ્યાં જુઓ ત્યાં દિવાળી સેલિબ્રેશનની વાઈબ જોવા મળી રહી છે અને આ વાઈબમાં દેશના જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર કઈ રીતે બાકાત રહી શકે છે. ગઈકાલે એટલે કે 17મી ઓક્ટોબરના જ અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સ દ્વારા દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી ગયા હતા. ચાલો જોઈએ શું ખાસ હતું રાધિકાના લૂકમાં ખાસ…
અંબાણી પરિવારની વહુરાણીનો દબદબો
અંબાણી પરિવારની ગર્લ્સ ગેંગની જેમ જ રાધિકા મર્ચન્ટની ફેશન અને સ્ટાઈલ સેન્સ એકદમ જોરદાર છે. તે કોઈ પણ આઉટફિટ પહેરે પછી કે ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન તેમાં તે શોભી જ ઉઠે છે. હવે અંબાણી પરિવારની દિવાળી પાર્ટીમાં પણ રાધિકાએ પિંક એન્ડ ગોલ્ડન અનારકલી ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ડોલ જેવી લાગી રહી હતી.
પ્રિન્સેસ લૂકમાં છવાઈ રાધિકા મર્ચન્ટ
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના આ પિંક એન્ડ ગોલ્ડન આઉટફિટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. રાધિકાએ પહેરેલો આ આઉટફિટ જાણીતા ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. રાધિકા આ અનારકલી ડ્રેસમાં રાજકુમારી જેવી લાગી રહી હતી. દેખાવમાં સિમ્પલ પણ સ્ટાઈલિશ જ્વેલરી સાથે રાધિકાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
શું હતું ખાસ આઉટફિટમાં?
વાત કરીએ રાધિકાના આઉટફિટની તો આ અનારકલી સૂટમાં અંગરખા સ્ટાઈલ કુર્તો હતો જેમાં ટાઈઅપ ડિટેઈલ્સ હતી. સ્પ્લિટ બંધગળા નેકલાઈ અને ફૂલ સ્લીવઝ્વાળા આઉટફિટ પર સુંદર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. પહોળી પ્લાઝો પેન્ટ અને રેશમી દુપટ્ટાએ આ અનારકલી ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
જ્વલેરી પણ હતી એકદમ ખાસ
રાધિકાએ સુંદર આઉટફિટ સાથે પોલકી અને ડાયમંડ જડેલા ઝૂમખાં વિથ ચેઈન સ્ટાઈલ કર્યા હતા અને આ સાથે તેણે એક મોટી ડાયમંડ રિંગ પણ પહેરી હતી. હેર સ્ટાઈલની વાત કરીએ તો તેણે મિડલ પાર્ટિંગ કરીને અંબોડો વાળીને તેના પર ગજરો લગાવ્યો હતો. રાધિકા મર્ચન્ટનો આ લૂક એકદમ ફેસ્ટિવ અને ક્લાસિક લાગી રહ્યો હતો. તમે પણ ના જોયો હોય વાઈરલ ફોટો તો અત્યાર જ જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડાક દિવસ પહેલાં જ રાધિકા મર્ચન્ટ, નીતા અંબાણી અને શ્લોકા મહેતા સાથે ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી પર પહોંચી હતી અને એ સમયે પણ તેણે નીતા અંબાણી સાથે એન્ટ્રી લઈને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. નેટિઝન્સે સાસુ-વહુના બોન્ડ પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવ્યું હતું. જોકે, એ સમયે શ્લોકા મહેતા રાધિકા કે નીતા અંબાણી સાથે સ્પોટ થઈ નહોતી, પણ તેણે પોતાના પિંક આઉટફિટથી સાસુ અને દેરાણીને કાંટે કી ટક્કર આપી હતી.
આ પણ વાંચો…નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો…