Viral Video: કૃષ્ણાને છાનો રાખવા અંબાણી પરિવારની વહુરાણીએ કરી એવી હરકત કે…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે દરેક સદસ્ય સતત લાઈમલાઈટમાં રહેતો હોય છે. હાલમાં જ આ પરિવાર એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો અને નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટની હાજરી વચ્ચે પણ અંબાણી પરિવારની નાનકડાં મહેમાને લાઈમલાઈટ લૂંટી લીધી હતી, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આખો અંબાણી મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોચ્યો હતો અને આ સમયે ઈશા અંબાણીનો દીકરો કૃષ્ણા અને દીકરી આદ્યા પણ હોય છે. આ સમયે અચાનકથી જ કૃષ્ણા રડવા લાગ્યો હતો. આવા સમયે કૃષ્ણાને છાનો રાખવા માટે મામી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ આવી જાય છે.
રાધિકા મર્ચન્ટ તરત જ નીતા અંબાણી પાસે પહોંચી જાય છે અને તે કૃષ્ણાને તેડીને સ્ટેજ પરથી ઉતરી જાય છે. હસતાં હસતાં રાધિકા ત્યાં બેઠેલાં મ્યુઝિશિયન પાસે પહોંચી જાય છે. રાધિકા કૃષ્ણાને ચૂપ કરાવવા માટે તેની સાથે વાતો કરવા લાગી અને નાના બાળકની જેમ જીભ કાઢીને ચિડાવવા લાગે છે. કૃષ્ણા સાથે ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સામે પક્ષે મામી રાધિકા મર્ચન્ટને આ બધું કરતી જોઈને કૃષ્ણા પણ ચૂપ થઈ જાય છે. આ વીડિયો નેટિઝન્સને ખૂબ જ પસંદ કરી રહ્યો છે અને તેઓ રાધિકાની વખાણ કરી રહ્યા છે. રાધિકાની આ ક્યુટનેસ જ્યાં લોકોના દિલ જિતી રહી છે ત્યાં એની સ્ટાઈલિંગ પણ અટ્રેક્ટિવ હતી. તેણે આ ઈવેન્ટ માટે સિમ્પલ ગ્રીન સૂટ પહેર્યો હતો. આ આઉટફિટમાં રાધિકા એકદમ ગ્રેસફૂલ લાગી રહી હતી. આ આઉટફિટ સાથે તેણે સિલ્વર બુટિયા પહેર્યા હતા, જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
કૃષ્ણાએ વાત કરતાં જણાવ્યું હતું આ સમયે કૃષ્ણાએ બેજ કલરના શોર્ટ્સ અને લાઈનિંગ શર્ટ પહેરાવ્યો હતો. આ સાથે તેણે બ્લેક શૂઝ પહેર્યો હતો, જેમાં કૃષ્ણા ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં કર્યું ₹15 કરોડનું દાન; ‘યાત્રી સેવા સદન’ની જાહેરાત…



