મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Radhika Merchantની 12,000થી વધુ ક્રિસ્ટલવાળી હિલ્સની કિંમત જાણો છો?

અંબાણી પરિવાર (Ambani Family) અવારનવાર તેમના મોંઘાદાટ શોખ અને વૈભવી જીવનશૈલી (Luxurious Lifestyle)ને કારણે લાઈમલાઈટમાં રહેતો હોય છે. લોકોને પણ તેમના ડેટુ ડે લાઈફ વિશે જાણવામાં ખૂબ જ ઉત્સુક્તા જોવા મળે છે.
હાલમાં જ ઈટાલી ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનને કારણે દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યા હતા. આ બધા વચ્ચે ફરી એક વખત પોતાના પ્રિન્સેસ લૂકથી અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું ખાસ છે રાધિકાના આ નવા લૂકમાં…

રાધિકા મર્ચન્ટનો નવો લૂક સામે આવ્યો છે જેમાં રાધિકા કોઈ ફેરીટેલની પરી જેવી સુંદર લાગી રહી છે પણ સૌનું ધ્યાન ખેંચ્યું રાધિકાના સરસમજાના ચમચમાતી ચંપલે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાધિકાની આ હિલ્સમાં આશરે 12,000થી વધુ ક્રિસ્ટલ જડવામાં આવ્યા હતા અને આ હિલ્સની કિંમત સાંભળીને તો તમારા હોંશ ઊડી હશે.

આ પણ વાંચો : અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો

રાધિકાએ ની લેન્થ સુધીનું બોડી હગિંગ ગાઉન પહેર્યો હતો. આ લૂકને વધુ ખાસ બનાવવા માટે તેની સાથે રાધિકાએ ડાયમંડ જ્વેલરી સ્ટાઈલ કરી હતી. પરંતુ, આપણે અહીં વાત કરવાના છીએ રાધિકાએ પહેલાં હિલ્સ વિશે. રાધિકાની આ હિલ જિમી ચૂએ તૈયાર કરેલી હિલ્સ પર 9 અલગ અલગ રીતે ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા છે અને તેને એટલી ખાસ રીતે લગાવવામાં આવ્યા હતા કે એક-એક ક્રિસ્ટલ શાઈન કરી રહ્યા હતા.

ફ્રન્ટ સાઈડમાં પોઈન્ટેડ હાર્ટ શેપવાળી ડિઝાઈનવાળી આ હિલ એકદમ શાનદાન લાગી રહી હતી અને આ હિલ્સની કિંમત વિશે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની કિંમત 3.76 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ભાઈ આ તો અંબાણી પરિવારના નાના વહુરાણી છે, એમના તો કંઈ ઠાઠ હોય…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button