મનોરંજન

WATCH: દેખા તેનુ પહેલી-પહેલી..’ રાધિકા મરચંટની રોયલ એન્ટ્રી પર ફિદા થયા મુકેશ અંબાણી…

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી ચાલુ છે. રવિવારે ઇવેન્ટનો છેલ્લો દિવસ હતો. આ સમયગાળા દરમિયાન ડ્રેસ કોડ હેરિટેજ ભારતીય રાખવામાં આવ્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે, અંબાણી પરિવાર સહિત તમામ મહેમાનો પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.આ દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટની રોયલ એન્ટ્રીએ શોને ચાર ચાંદ લગાવી દીધા હતા.

રાધિકા મર્ચન્ટની એન્ટ્રીનો વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો હસ્તાક્ષર સમારોહ રવિવાર 3 માર્ચના યોજાયો હતો, જેમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી, જેના ઘણા વીડિયો રિલીઝ થયા હતા. આ દરમિયાન રાધિકાની ધમાકેદાર એન્ટ્રી જોઈને મુકેશ અંબાણી ખુદને તાળીઓ પાડવાથી રોકી શક્યા ન હતા. રાધિકા મર્ચન્ટે ફિલ્મ ‘કભી ખુશી, કભી ગમ’નું ગીત ‘દેખા તેનુ પહેલી-પહેલી બાર’ ગાતા સ્ટેજ પર પ્રવેશ કર્યો. આ દરમિયાન તેણે પેસ્ટલ કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે અનંત લાઇટ ગ્રીન કલરની શેરવાની પહેરીને જોવા મળ્યો હતો.

https://twitter.com/A_Kumar36/status/1764529092026941900?s=20

રાધિકા મર્ચન્ટના વીડિયોમાં જોઈ શકાય છે કે તે ‘દેખા તેનુ પહેલી-પહેલી…’ પર ધમાકેદાર એન્ટ્રી સાથે સ્ટેજ પર આવી રહી છે. આ દરમિયાન અનંત દૂર ઉભા રહી તેમની રાહ જુએ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી સામે ઉભા છે. આ દરમિયાન રાધિકાની એન્ટ્રી જોઈને મુકેશ અંબાણી પણ તાળીઓ પાડતા જોવા મળે છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે અનંત રાધિકાનો હાથ પકડીને તેને સ્ટેજ પર લાવે છે.

સમારોહ પહેલા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રોચ્ચાર સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આરતી સમયે અદભૂત નજારો જોવા મળ્યો હતો.


પોતાના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી બાયડી ફંક્શનની છેલ્લી રાતને યાદગાર બનાવવા માટે મુકેશ અંબાણીએ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ સિંગર પ્રિતમ શ્રેયા ઘોષાલ ઉદીત નારાયણ શાંત સુખવિંદરસિંહ મોહિત ચૌહાણ મોનાલી ઠાકોર અરિજિત સિંહ વગેરેને આમંત્રણ આપ્યું હતું લખી અલી અને નીતિ મોહનને પણ બોલાવવામાં આવ્યા હતા હોલીવુડ પોપ સિંગર એકોન પણ આ ફંકશનમાં હાજર હતો.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker